________________
લિપિ - બ્રાહ્મી પંક્તિ- ૧૭ પંક્તિઓ (નાના ફકરાઓ)
દરેક પંક્તિમાં લગભગ ૧૮ થી ૨૬ શબ્દો છે લેખની પ્રારંભની પંક્તિ આ પ્રમાણે છે: नमो अराहंतानं नमो सवसिधानं एरेन महाराजेन महामेघवाहनेन चेतिराजवसवधनेन पसथ शुभलखनेन चतुरंतलुठितगुनोपहितेन कलिंगाधिपतिना सिरि खारवेलेन ।
અર્થ : અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર ઔર મહારાજ,
મહામેઘવાહન ચેદીરાજ - વંશવર્ધન પ્રશસ્ત લક્ષણવાળા, ચારે દિશાઓમાં ફેલાયેલા ગુણવાળા કલિંગાધિપતિ શ્રી
ખારવેલ. ત્યારબાદની સોળ પંક્તિઓનો ભાવાર્થ આ પ્રમાણે છે. શ્રી ખારવેલે કલિંગમાં ઝંઝાવાતથી પડી ગયેલા કિલ્લાઓ, દરવાજા વગેરે સરખા કરાવ્યા. શીતલસર તળાવની ચારે બાજુપાળ કરાવી. બાગીચાઓ સુધરાવ્યા. પશ્ચિમમાં સાતકર્ણિ રાજાની પરવા કર્યા વિના મોટી સેના અને હાથી ઘોડા મોકલ્યા જે કૃષ્ણા નદી પાસે જઈને પરત થયા. નહેરો ખોદાવી અને નગર સુધી રાજમાર્ગકરાવ્યા. બ્રાહ્મણોને દાનમાં સોનામાંથી બનાવેલાં કલ્પવૃક્ષો આપ્યાં. પોતાના હાથીઓને સુગાંગેય મહેલ (જે મૂળ ચંદ્રગુપ્તનો હતો) સુધી લઈ ગયો. મગધના રાજા બૃહસ્પતિમિત્રને પોતાના પગમાં નમાવ્યો તથા નંદરાજા જે કલિંગજનની પ્રતિમા લઈ ગયો હતો તે અને ગ્રહો, રત્નો વગેરે પ્રતિહારો પાસેથી લાવ્યા.
મોટા સુંદર શિખરો નિમાર્ણ કરાવ્યા. એકસો કારીગરોને જાગીરો આપી. હાથીઓ લાવવા લઈ જવાના જહાજો અને રત્ન-માણેક જેવા નજરાણાં પાંડવ રાજા તરફથી મળ્યા. કલિંગની ૩૫ લાખ જેટલી પ્રજાને રાજી કરી.
જ્ઞાનધારા-૧
( ૧૭૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e