________________
ઉત્તરાધ્યયનસૂત્રમાં ચાર પ્રત્યેક બુદ્ધનાં ચરિત્રો આપવામાં આવ્યા છે. તેમાં કરકંડુ કલિંગનો રાજા હોય એવો નિર્દેશ છે. करकंडु कलिंगेषु, पंचालेसु यदुम्माहो नमीराया विदेहेसु, गंधारेसुय निग्गई અર્થ કલિંગમાં કરકંડુ, પંચાલમાં યદુમ્મ, વિદેહમાં નમિરાજ અને ગંધારમાં નગગતિ આદિ રાજવીઓ થઇ ગયા.
ભૌગોલિક માહિતી : આજે જેને આપણે ઓરિસ્સા કે ઉત્કલ પ્રાંત તરીકે ઓળખીએ છીએ એ પ્રાંત ત્યારે કલિંગદેશ તરીકે જાણીતો હતો. કલિંગ ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો. ૧) દક્ષિણ કલિંગ કે મુખ્ય કલિંગ, ૨) મધ્ય કલિંગ અને ૩) ઉત્તર કલિંગ કે ઉત્કલ. દક્ષિણ કલિંગ કે મુખ્ય કલિંગઃ એમાં વંશધરા નદીથી દક્ષિણનો ગોદાવરી નદી સુધીનો પ્રવેશ મધ્ય કલિંગઃ વંશધરા નદીથી બષિકુલ્યા નદી સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો ઉત્તર કલિંગ કે ઉત્કલ એમાંષિકુલ્યા નદીથી ગંગા નદી સુધીના પ્રદેશનો સમાવેશ હતો.
આ પ્રમાણેકલિંગ એટલે ગંગાથી ગોદાવરી સુધીનો ભારતની પૂર્વ દિશાનો પ્રદેશ એમ કહી શકાય.ખારવેલરાજાત્રિકલિંગાધિપતિ તરીકે ઓખખાતા..
વેપાર વાણિજ્ય અહીં હાથીઓખૂબ હોવાથી મુખ્યત્વે હાથીદાંતનો વ્યાપાર અગ્રસ્થાને હતો. અહીંના સાહસિક વેપારીઓ સમુદ્રમાર્ગે દૂરના ટાપુઓમાં વેપાર અર્થે અવરજવર કરતાં. ખારવેલનું જીવનઃ એનો જન્મ ઈ.સ.પૂ૧૭ માં થયો હતો.
ખારવેલનું આયુષ્ય માત્ર ૩૮ વર્ષનું હતું. ૧૫ વર્ષની ઉમર સુધી બાળક્રીડાઓ કરી. ત્યાર બાદ ૯ વર્ષ સંગીત, ચિત્રલેખન અને વિવિધ
જ્ઞાનધારા-૧)
Y૧૪
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=