________________
મહામેઘવાહન ચક્રવર્તી રાજા ખારવેલ
ડૉ. રેણુકા પોરવાલ
(બીએસ.સી, એલ.એલ.બીપીએચ.ડીયોગનિષ્ઠઆચાર્ય શ્રીમબુદ્ધિસાગરજી મહારાજ એક અધ્યયન વિષય પર પીએચ.ડી. કરેલ છે. ડીપ્લોમા ઇન જૈનોલોજી કરી રહ્યા છે. જૈનજગત સામાયિકના હિન્દી વિભાગના સંપાદિકા છે.)
મહામેઘવાહન ચક્રવર્તી રાજા ખારવેલના નામથી હવે કોઈ અજાણ નથી. કલિંગના મહારાજા ખારવેલ વિદ્વાન, શૂરવીર, દાનવીર અને કલારસિક હતા. તેમના જીવન વિશેની માહિતી ફક્ત તેમણે કોતરાવેલા શિલાલેખોના આધારે જ પ્રાપ્ત થાય છે.
જૈનધર્મ પ્રમાણે વર્તમાન ચોવીસી પહેલાં પણ અનેક ચોવીસી થઈ ગઈ અને ભવિષ્યમાં પણ થશે. આપણે જો કેપૂર્વકાલીન જૈન પરંપરાનો ઇતિહાસ શંખલાબદ્ધ રીતે જાળવી શક્યા નથી, પરંતુ જૈનો ઇતિહાસ સંરક્ષણની બાબતમાં જરા પણ પાછળ નથી. તેમણે પોતાની અમૂલ્ય ધરોહરને તામપત્રો, તાડપત્રો, શિલાલેખો, ચિત્રકળા, શિલ્પકળા, વગેરેના રૂપમાં સદીઓથી ગુફાઓ, ભંડારો, મંદિરો, ઉપાશ્રયો કે સ્તંભોમાં જાળવી રાખ્યા છે. કાળના પ્રવાહમાં ઘણી અલભ્ય કૃતિઓ નાશ પામી તથા યુદ્ધના સમયે ભલે મંદિરો, હસ્તપત્રો અને પ્રતિમાઓને સાચવવા શક્ય ન હોય છતાં પણ આજે આપણી પાસે અનેક સામગ્રી યથાવત જળવાયેલી રહી છે.
કલિંગદેશની પૌરાણિક માહિતી :
ત્રસ્વેદમાં કલિંગ નામના દેશનો ઉલ્લેખ છે. રામાયણમાં કલિંગદેશની સાથે ઉજાતિ અને ઉત્કલ દેશનો પણ ઉલ્લેખ છે. મહાભારતના યુદ્ધમાં કલિંગની સેના કૌરવોના પક્ષમાં હતી. કલિંગના રાજા શ્વેતાયુએ પોતાના પુત્રો ભાનુમાન, કેતુમાન અને શુકદેવને સાથે રાખી ભીમની સામે યુદ્ધ કર્યું હતું. તેઓ સહુ ભીમને ખૂબ હંફાવી અંતે વીરગતિ પામ્યા.
જ્ઞાનધારા-૧
૧૭૩
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e