________________
Victoria and albert museum, london
આ વિશ્વવિખ્યાત મ્યુઝીયમમાં બીજી અનેક હસ્તપ્રતો સાથે કેટલીક સચિત્ર હસ્તપ્રતો સંગ્રહાયેલી છે જે એમાં આલેખાયેલા રંગીન ચિત્રો માટે નોંધપાત્ર છે. અત્રે સળંગ હસ્તપ્રતો નહીં પણ એના સચિત્ર પત્રો સારી રીતે સચવાયેલા છે.
કલ્પસૂત્ર (IM6-1931-IMI2-1931) માં સાત રંગીન ચિત્રો જોવા મળે છે. બીજી એક કલ્પસૂત્રની (1946-1959-1592-1959)હસ્તપ્રતમાં લગભગ ૩૧ સુંદર રંગીન ચિત્રો આલેખાયેલા છે. આ ઉપરાંત જંબુદ્વિપનો વસ્ત્રપટ્ટ (CIRE 91-1970) ૧૯ભી સદીમાં ચિત્રાયેલ છે જેમાં વિવિધ રંગના સુંદર રંગીન ચિત્રાંકનો પ્રાપ્ત થાય છે. સંગ્રહણી સુત્ર ની એક અતિ સુંદર રેખાંકન યુક્ત હસ્તપ્રત (1535-1-1971-1935-141971) અત્રે સંગ્રહાયેલી
WELLCOME INSTITUTE, LONDON
લંડનમાં આવેલી WELLCOME INSTITUTE FOR THE HISTORY OF MEDICINE નામની સંસ્થાની લાયબ્રેરીમાં અનેક ભાષાની હસ્તપ્રત સંગ્રહાયેલી છે.
આ લાયબ્રેરીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતીની આશરે ૬૦૦૦ હસ્તપ્રતો છે. આ સંગ્રહની મોટા ભાગની હસ્તપ્રતો ઇ.સં ૧૯૧૧ થી ઇ.સં ૧૯૨૧ ના સમયગાળામાં આ સંસ્થાના સ્થાપક સર હૅરી વેલકમના હસ્તપ્રતના એજંટ ડૉ. પારીઆ મોલ દ્વારા પ્રાપ્ત થયેલી છે. એમણે ભારત ખાતે અમૃતસરમાં રહીને પંજાબ, રાજસ્થાન, દિલ્હી, બનારસ અને કલકત્તા માંથી વેલકમ વતી હસ્તપ્રતો ખરીદી હતી. જે વેલકમની લાયબ્રેરીમાં સંગ્રહમાં આવી હતી. આ પછી ડો. બનારસી જૈન દ્વારા ઇ.સં૧૯૨૬ થી ૧૯૪૩ ના સમયગાળા દરમ્યાન જે સંસ્કૃત હસ્તપ્રતો ખરીદવામાં આવી તે અત્રે વેલકમમાં રાખવામાં આવી. હસ્તપ્રતના વિક્રેતા ભજનલાલ પાસેથી પણ ઇ.સં ૧૯૨૬ થી ૧૯૩૫ માં અનેક હસ્તપ્રતો ખરીદવામાં આવી હતી. જે વેલકમની
જ્ઞાનધારા-૧
૧૬૭
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧