________________
હસ્તપ્રતો એવી છે કે જે ભારતના હસ્તપ્રત ભંડારમાં ભાગ્યે જ મળે છે. અત્રે હસ્તપ્રતો સારી રીતે સચવાયેલી છે. જેમાં બ્રિટિશ મ્યુઝિયમ અને વિષ્ટિઓરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમની હસ્તપ્રતોનું કેટલોગ કાર્યમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંશોધકોને ઉપયોગી સાધન સામગ્રી પૂરી પાડે છે. બ્રિટિશ લાયબ્રેરીની અતિ આવકાર્ય અને ઉલ્લેખનીય વિશેષતા એ છે કે સંશોધકોને તે સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે. અહીં લાયબ્રેરીમાં સંશોધન કાર્ય કરવા માટે ઉત્તમ સગવડ અને સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાને કારણે વિશ્વભરમાંથી અનેક સંશોધકો આવે છે અને પોતાનું સંશોધન કાર્ય સરળતાથી કરી શકે છે. હાલ અત્રે રહેલ જૈન હસ્તપ્રતનું Descriptive catalouge લંડનના ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્ય પ્રથમ ભારતના જર્મનસ્થિત બૌદ્ધ અને જૈનવિધાના નિષ્ણાંત શ્રી ચંદુભાઇ ત્રિપાઠીએ હાથ ધર્યું હતું. તેમના એકાએક સ્વર્ગવાસથી
આ કાર્ય અટકી પડયું હતું. તેમનું આ અધૂરું કાર્ય તેમની સંશોધક ત્રિપુટી મિત્રોએ હાથ ધર્યું. અમદાવાદમાં એલ ડી ઇન્સટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી ના હસ્તપ્રત વિભાગના નિવૃત વડા અને હસ્તપ્રત વિધાના નિષ્ણાંત ડો. કનુભાઇ વ. શેઠપેરીસ યુનિ.ના પ્રો. અને સંસ્કૃતપ્રાકૃત વિધાના નિષ્ણાંત ડોનાલીની તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પીએચ.ડી ઉપાધિ ધરાવનાર કલ્પના શેઠે આ કાર્ય શરૂ કર્યું અને પૂર્ણ કર્યું. હાલમાં આ કેટલોગની કેમેરા કોપી ડોનાલીની તૈયાર કરી રહ્યા છે. જે લગભગ ૧૩૦૦ પૃષ્ટ છે. જે બે વોલ્યુમમાં ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ પ્રોજેક્ટનો સર્વ યશ ઇન્ટિટ્યુટ ઓફ જૈનોલોજી લંડન અને તેના મુખ્ય સૂત્રધાર શ્રી નેમુભાઇ ચંદરિયા તથા તેમના પરિવારને ફાળે જાય છે.
બ્રિટિશ મ્યુઝીયમમાં રહેલી સર્વ હસ્તપ્રતો હાલ બ્રિટિશ લાયબ્રેરીના હસ્તપ્રત વિભાગમાં સામેલ કરી દેવામાં આવી છે જેના કલ્પસૂત્રની (1959, 4, 5) બે સુંદર ચિત્રો વાળી (ઇ.સ. ૧૪૭૦) તથા અન્ય કેટલીક૧૬ મી -૧૭મી સદીની સચિત્ર હસ્તપ્રતો મળે છે. આ હસ્તપ્રતોનું કેટલોગીંગ બ્રિટિશ લાયબ્રેરીના કેટલોગમાં સમાવી લેવામાં આવ્યું છે.
જ્ઞાનધારા-૧
- ૧૬૬)
જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e