________________
-
અર્વાચીન ઋષિસમાન શ્રી વિનોબાજીએ પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં તથા વ્યવહારના ક્ષેત્રમાં આધર્મો વચ્ચે જે ભેદમૂલક વિભિન્નતાઓ જોવા મળે છે, તેને દૂર કરીને, સર્વધર્મના સ્વરૂપ સમન્વયવાદી સર્વોદયધર્મ પ્રબોધ્યો છે. પોતાના દેહગત અને આત્મગત એટલે કે અંદર – બહારના વિકારો ઉપર, ચિત્તની રાગદ્વેષાદિ મલિનતાઓ કે કષાયો ઉપર વિજય મેળવવો અને શ્રદ્ધાપૂર્વક વિવેકની આંખો વડે સૃષ્ટિનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનમાં ઉતારવું તે જ સાચા ધર્મનું લક્ષણ છે. સત્ય, અહિંસા, પ્રેમ, સંયમ, પરોપકાર, વિશાળ માનવભાવ આદિ ધર્મનાં સનાતન એવા ગુણોની કેળવણી અને વ્યવહારમાં તેનું પાલન કરવાની તેમણે જે પ્રેરણા આપી છે, તે તેમની સર્વધર્મ સમન્વયવાદી દૃષ્ટિનો જ પરિપાક છે. તેમણે પોતાની કઠોર સાધના, મૌલિક ચિંતન, નીતિ-નિષ્ઠા અને માનવ-જાતિનું સતત હિત વિચારતા સર્વધર્મના સમન્વય દ્વારા વ્યક્તિ અને સમષ્ટિના ઉત્કર્ષ માટે નવો જ રાહ ચીંધ્યો છે અને યુવાપેઢીને ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે.
જ્ઞાનધારા-૧
I
૧૩૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧|