________________
સમન્વયાત્મક દષ્ટિ, રચનાત્મક વૃત્તિ, સત્ય-શોધક અને જેને ભગવાન મહાવીરે સત્યાગ્રહિતા કહી છે તેવી મનોવૃત્તિ મૂળમાં જ હતી. આ વૃત્તિના સહજ પરિણામ સ્વરૂપે વિશ્વના તમામ મહાન ધર્મોના અધ્યયન તરફ એ વળ્યા. તત્ત્વતઃ વિશ્વના સર્વધર્મ સમાન છે એવી એમની સમજમાંથી આપણને કુરાનસાર, ખ્રિસ્તી ધર્મસાર, ગીતાપ્રવચનો, જાપુજીધમપદ, ભાગવતધર્મસાર, તાઓ ઉપનિષદ- વગેરે અનેક ગ્રંથોમળ્યા છે. જૈનધર્મના અનેક ફાંટાઓ હોવાને કારણે તેનો સર્વસામાન્ય સાર આપવો મુશ્કેલ હતો, પણ પૂ. વિનોબાજીએ તે અતિ મુશ્કેલ કાર્ય પણ સમણસુત્તના સંપાદનની પ્રેરણા અને સમાજ દ્વારા પાર પાડ્યું.
જગત પરિવર્તનશીલ છે. સમયના પ્રવાહની સાથે સાથે લોકોનાં જીવન, રૂઢિ, ભાષા વગેરે બદલાય છે. ભૂગોળ બદલાય છે અને ખગોળ પણ બદલાય છે. આ બધાની વચ્ચે ન બદલાય તેવી એક વસ્તુ છે અને તે છે ધર્મ, ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, દરેક પદાર્થનો સહજ ગુણ, અર્થાત્ કુદરતના કાનૂન. એ તો સનાતન જ હોય.
ધર્મની બીજી પણ વ્યાખ્યા છે, ધર્મ એટલે કર્તવ્ય, આચારસંહિતા. જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો. હજારો વર્ષ પહેલા અહિંસા, સત્ય, પ્રેમ, સંયમ, નમ્રતા જેવાં જીવન-મૂલ્યોની જેટલી મહત્તા હતી તેટલી જ આજે છે અને હજારો વર્ષ પછી પણ એની મહત્તા એટલી જ રહેશે. સત્ય હંમેશાં સત્ય જ છે. પ્રેમ કે કરુણા ભૂતકાળમાં જેટલા હતાં, તેટલાં જ આજે છે. સંયમની જરૂર પણ રહેવાની જ.ધર્મ આજે પણ પ્રસ્તુત છે, કારણકેધર્મશાશ્વત છે. ધર્મના રૂપ અને પ્રકાર અનેક છે, તેની વ્યાખ્યાઓ વિવિધ છે. ઉપનિષદની ઉક્તિ છેઃ 'એકંસવિપ્રા: બહુધા વદન્તિ’ - એક જ સત્યને જ્ઞાનીઓ વિવિધરૂપે વર્ણન છે. તત્વચિંતકોકોરી તત્વચર્ચા જ નથી કરતા, તેને અનુસરતી કોઈ જીવનચર્ચા પણ પ્રબોધતા હોય છે. આમ ચર્ચા અને ચર્ચા- એ બંને ભૂમિકાએ વિભિન્ન દષ્ટિકોણ ધરાવતી અનેક ધર્મપરંપરાઓ વિકસી છે. ભારતના
જ્ઞાનધારા-૧
૧૩૨)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e