________________
જાચાર અને તત્ત્વજ્ઞાનના પ્રચાર - પ્રસાર માટે સમૂહમાધ્યમો (મીડિયાળો) વિવેકપૂર્ણ ઉપયોગ
અને ભૂમિકા
-ડૉ. ઉત્પલા કાન્તિલાલ મોદી
(ડૉઉત્પલાબહેન મોદી એમ.એ; પીએચ.ડી.ભવન્સ હજારીમલ સોમાણી કોલેજમાં ૨૫ વર્ષથી સેવા આપે છે- ફિલોસોફી વિભાગમાં અધ્યક્ષ, ઉપરાંત જૈનોલોજીના સર્ટિફિકેટ તથા ડીપ્લોમા કોર્સના પણ પ્રાધ્યાપક છે. રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફીસર તરીકે ૧૬ વર્ષથી વિવિધ સામાજિક સેવા પ્રવૃત્તિ કરે છે. વિશ્વધર્મના અભ્યાસી, જૈન ધર્મ પર અનેક પ્રવચનો આપ્યાં છે. નવકારમંત્ર, ભક્તામર સ્તોત્ર અને રત્નાકર પચ્ચીશી પર નિબંધ લખેલ છે. લાડનુ યુનિ. ના પીએચ.ડી. ના માર્ગદર્શક (ગાઈડ) છે.).
"જ્ઞાની પહલે સોચતે હૈ, પીછે કાર્ય કરતે હૈ અજ્ઞાની પહલે કાર્ય કરતે હૈ, પીછે સોચતે હૈ સોચના તો દોનોં કો પડતા હી હૈ સિર્ફ પહલે ઔર પીછેકા હી ફર્ક હોતા હૈ.”
ભગવાન મહાવીરે કહ્યું છે"પઢમં નાણતઓ ધ્યા”. અર્થાત્ "પ્રથમ જ્ઞાન પછી દયા”. જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પથરાતાં અજ્ઞાન આપોઆપ દૂર થઈ જશે. આજના "No Time” ના યુગમાં પણ માનવીના જીવનમાં બનતા અનેકવિધ અણધાર્યા વિચિત્ર પ્રસંગોથી માનવી ધર્મના માર્ગે આગળ વધે તે માટે જૈનાચાર અને તત્ત્વજ્ઞાનના પ્રસાર માટે સમૂહ માધ્યમોનો અમૂલ્ય ફાળો છે.
મોબાઈલ મારફત ઈન્સટન્ટ ન્યુઝ મેળવી, આખી દુનિયાને હાથમાં રાખી જાતને અલ્લા મોડર્ન માનનારો આજનો માનવીને તત્ત્વજ્ઞાનના રસાસ્વાદનાં પાન દ્વારા આધ્યાત્મિકતાની નવી દિશા ખોલવી જરૂરી છે.
જૈનાચાર એટલે શું? જૈનોના આચાર. આચાર એટલે નીતિનિયમો
જ્ઞાનધારા-૧,
૧૦૭
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧)