________________
(ક) શૈક્ષણિક સંસ્થાઓ, ટીવી, કોમ્પ્યુટર, મલ્ટીમીડિયા, નાટક, સંગીત, સાહિત્ય વગેરેનો સહારો લઈ જૈન પેઢીને આપણો અમૂલ્ય વારસો આપવો. (ડ)વિશ્વ કલ્યાણના પ્રવાહમાં જૈન સમાજે જોડવાનો પ્રયત્ન કરવો પડશે. નવી પેઢી કોઈપણ સંજોગોમાં માનવસેવાને ધર્મથી અળગી નહીં માની શકે. સહુની ધર્મ તરફ જવાની પ્રાથમિક ભૂમિકા"માનવસેવા” હોવી જરૂરી બને. મોક્ષ, આત્મકલ્યાણ, સંયમ વગેરે શબ્દોની ગુંચવણ નવા યુગમાં – નવી પેઢીને – નવા વિચારોની સાથે કેટલી સુસંગત રહેશે? વાત મોક્ષને નહીં માનવાની નથી પણ ધર્મમાં સમજ આવે અને સાથે સાથે જીવનમાં એઉપયોગી બને તે વધારે જરૂરી છે. આ દિશામાંપ્રત્યનો શરૂ થઈ ગયા છે અને આધુનિક જીવનમાં ધર્મના બદલાતા પ્રવાહમાં જડતાને સ્થાન નથી પણ પરિવર્તનને અવકાશ છે. પરિવર્તનથી ધર્મને નુકસાન થશે એવી દહેશત અસ્થાને છે - કોઈ સ્વીકારે નહીં "પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે.”
-
જ્ઞાનધારા-૧
૧૦૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧