________________
- યોગના પાંચ પ્રકાર બતાવ્યા છે: (૧)અધ્યાત્મયોગ, (૨) ભાવનાયોગ, (૩) ધ્યાનયોગ, (૪) સમતાયોગ, (૫) વૃત્તિસંક્ષેપયોગ - યોગનો ક્રમિક વિકાસ દર્શાવતી આઠ દષ્ટિ બતાવી છે. (૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દીપા (૫) સ્થિરા, (૬)કાન્તા, (૭) પ્રભા, (૮) પરા - આ આઠ દષ્ટિ સાથે એક-એક ગુણોનો વિકાસ થાય છે અને એક-એક દોષનો લાસ થાય છે. આ આઠ દષ્ટિ સાથે પતંજલિ કૃત અષ્ટાંગયોગનો સંબંધ બતાવ્યો છે. - સમ્યગ-દર્શન, સમ્યગ-જ્ઞાન, સમ્યક-ચારિત્ર આ રત્નત્રયીને પતંજલિના યોગની તુલનામાં જૈનયોગ કહી શકાય. - જૈનયોગ અને જૈન માનસશાસ્ત્ર અતિ વિશાળ તથા ખાસ અભ્યાસ કરવાલાયક છે. મનને અને યોગને કેવો સંબંધ છે, ચિત્તનો નોરોધ ક્યારેકરવો, કરવો કે નહિ, વિશિષ્ટ દશામાં મનને કેમ પ્રવર્તાવવું, વગેરે અનેક અગત્યના પ્રશ્નોનું નિરાકરણ મળે છે.
| એક ઘણા વિદ્વાન મહાત્મા સાથે યોગની વાત કરતાં તેઓએ પોતાની અજ્ઞાનતા દર્શાવી પરંતુ તેમનું વ્યાખ્યાન સાંભળતા, તેઓ જે બોલતા હતા તે સર્વ યોગની જ વાત હતી એમ જણાયું. આમ હજી લોકો યોગશબ્દથી ડરે છે. યોગમાં કરવા જેવું કંઈ નથી તેમ આ વિષય બેદરકારીથી હાથ ધરવા યોગ્ય પણ નથી. - શ્રી હેમચંદ્રાચાર્યે કુમારપાળ મહારાજની પ્રાર્થનાથી યોગશાસ્ત્રની રચના કરી. આ યોગશાસ્ત્ર કુમારપાળ રાજાને કંઠસ્થ હતું અને તેઓ દિવસમાં એકવાર નિરંતર સ્વાધ્યાય તરીકે તેનું સ્મરણ કરતાં હતાં. આ ગ્રંથનો મુખ્ય વિષય મન, વચન, કાયાના યોગોને સ્થિર કરી મુમુક્ષુઓને મોક્ષ માર્ગ બતાવવાનો છે. આના પ્રથમ શ્લોકમાં યોગ’ નો સાર છેઃ
नमो दुर्वाररागादि, वैरिवार निवारिणे । સર્જત ગિનાથાય, મહાવીરાય તથિને 1 (9) અર્થાત્ ઘણી મહેનતે દૂર
જ્ઞાનધારા-૧
૯૫
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧