________________
નહર્શન અને યોગ
- બીના ગાંધી
(બીના ગાંધીઃ બી.એ.કોમ્યુટર વિજ્ઞાન, યોગિકચર અને યોગિક શિક્ષણમાં ડીપ્લોમા કોર્સ ક્ય છે, તથા નેચરોરોપથીનો પણ ડીપ્લોમા અભ્યાસ, ૧૪ વર્ષથી યોગ શીખવે છે, નિર્મલા નિર્તન કોલેજમાં 'કાઉન્સેલર છે, વિવિધ સામાયિકોમાં લેખ પ્રસિદ્ધ થયા છે. પ્રમોદાબેન 'ચિત્રભાનુ પાસે જૈનદર્શનનો અભ્યાસ કરે છે.)
ભારતમાં છ દર્શન છે (વ્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા, ઉત્તર મીમાંસા). આ દરેકમાં ઈશ્વરને સર્વસ્વ કર્તાહર્તા માન્યા છે. બીજી બાજુ જૈન, બૌદ્ધ અને ચાર્વાક છે જે નાસ્તિક ગણાય છે કારણ કે તેઓ ઈશ્વરને કર્તા નથી માનતા. તો પછી પ્રશ્ન થાય કે શું જૈનદર્શનમાં યોગ” માન્ય છે?
યોગદર્શન એ એક પ્રેક્ટિકલ સાધનાપદ્ધતિ છે, જેને બાકીનાં દર્શનોએ એક યા બીજી રીતે અપનાવેલ છે. પતંજલિ રચિત યોગશાસ્ત્ર, જેમાં અષ્ટાંગયોગ પ્રધાન છે, એને જૈનદર્શન કઈ રીતે મૂલવે છે?શું ક્યાંય આનો ઉલ્લેખ છે? આમાં હેમચંદ્રાચાર્યરચિત યોગશાસ્ત્ર છે. આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિશ્વરજીના યોગવિષયક મુખ્ય ચાર ગ્રંથો છે. યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, યોગશતક અને યોગવિંશિકા. શ્રી આનંદઘનજીનાં પદોમાં પણ યોગજ્ઞાન ભરેલું છે. આ ગ્રંથોનો આધાર લઈ નીચેની વાતો ફલિત થાય છે. - સંસારપ્રવાહ અનાદિ છે છતાં તેનો અંત પુરૂષાર્થથી લાવી શકાય છે. - પુરૂષાર્થ કરવાનો છે-અધ્યાત્મ આદિ યોગની સાધનાનો - યોગાધિકાર પ્રાપ્ત કરવા. પૂર્વ તૈયારીમાં ચાર વાતો બતાવી છે. (૧)ગુરૂ-દેવ આદિનું પૂજન, (શ્ર) સદાચાર, (૩) તપ, (૪) મુક્તિ પ્રત્યે આકર્ષણ.
જ્ઞાનધારા-૧
૯૪)
જેનર iહિત્ય જ્ઞાનસત્ર-૧)