________________
વેદનીયકર્મના સત્તાસ્થાન :
૧૪માં ગુણઠાણાના દ્વિચરમસમય સુધી શાતા-અશાતાની સત્તા હોય છે એટલે ૧૪મા ગુણઠાણાના દ્વિચરમ સમય સુધી ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે અને ૧૪મા ગુણઠાણાના ચરમસમયે જે અયોગી કેવલીભગવંતને શાતાનો ઉદય હોય, તેમને શાતાની સત્તા હોય છે અને જે અયોગીકેવલીભગવંતને અશાતાનો ઉદય હોય, તેમને અશાતાની સત્તા હોય છે. એટલે ૧૪મા ગુણઠાણાના ચરમ સમયે ૧ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. એ રીતે, વેદનીયકર્મમાં ૨ સત્તાસ્થાન હોય છે. વેદનીયકર્મનો સંવેધ -
* ૧ થી ૬ ગુણઠાણા સુધી જીવને ક્યારેક અશાતાનો બંધ, અશાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે. તે ૧લો ભાંગો થયો અને ક્યારેક અશાતાનો બંધ, શાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે તે બીજો ભાંગો થયો.
* ૧ થી ૧૩ ગુણઠાણા સુધી જીવને ક્યારેક શાતાનો બંધ, અશાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે ને ત્રીજો ભાંગો થયો અને ક્યારેક શાતાનો બંધ, શાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે તે ચોથો ભાગો થયો.
* ૧૪મા ગુણઠાણાના પ્રથમસમયથી દ્વિચરમસમય સુધી કોઈક અયોગી કેવલીને અબંધ, અશાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે. તે પાંચમો ભાંગો થયો અને કોઈક અયોગીકેવલીને અબંધ, શાતાનો ઉદય, શાતા-અશાતાની સત્તા હોય છે. તે છઠ્ઠો ભાંગો થયો.
* ૧૪મા ગુણઠાણાના ચરમસમયે કોઈક અયોગીકેવલીને અબંધ, અશાતાનો ઉદય, અશાતાની સત્તા હોય છે. તે સાતમો ભાંગો થયો. અને કોઈક અયોગીકેવલીને અબંધ, શાતાનો ઉદય, શાતાની સત્તા હોય છે. તે આઠમો ભાંગો થયો.
અને કોઈ એ અશાતાની સમસમયે કોઈ
४७