________________
હા
મા ગુરહાન
૩જો ભાંગો ૧૦માં ગુણઠાણે જ હોય છે.
* ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ વેદનીયકર્મ બંધાય છે. પણ ૧૧મા ગુણઠાણે મોહનીય વિના ૭ કર્મનો ઉદય અને કર્મની સત્તા હોય છે. ૧૨મા ગુણઠાણે ૭ કર્મનો ઉદય અને મોહનીય વિના ૭ કર્મની સત્તા હોય છે. ૧૩મા ગુણઠાણે ૪ અઘાતી કર્મોનો ઉદય અને ૪ અઘાતી કર્મોની સત્તા હોય છે. એટલે ૧ ના બંધકાળે ૩ વિકલ્પો થાય છે.
* ૧૧મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે તે ચોથો ભાંગો થયો. તેનો કાળ ૧૧મા ગુણઠાણાની જેમ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૪થો ભાંગો ૧૧મા ગુણઠાણે જ હોય છે.
* ૧૨મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૭ કર્મનો ઉદય, ૭ કર્મની સત્તા હોય છે તે પાંચમો ભાંગો થયો. તેનો કાળ ૧૨મા ગુણઠાણાની જેમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
પમો ભાંગો ૧૨મા ગુણઠાણે જ હોય છે.
+ ૧૩મા ગુણઠાણે ૧ કર્મનો બંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે તે છઠ્ઠો ભાંગો થયો. તેનો કાળ ૧૩મા ગુણઠાણાની જેમ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ છે.
૬ઠ્ઠો ભાંગી ૧૩મા ગુણઠાણે જ હોય છે.
૧૪ મા ગુણઠાણે કોઈપણ કર્મ બંધાતું નથી પણ ત્યાં જ કર્મોનો ઉદય અને ૪ કર્મની સત્તા હોય છે એટલે બંધના અભાવમાં પણ એક ભાંગો થાય છે.
* ૧૪ મા ગુણઠાણે અબંધ, ૪ કર્મનો ઉદય, ૪ કર્મની સત્તા હોય છે તે સાતમો ભાંગો થયો. તેનો કાળ ૧૪મા ગુણઠાણાની જેમ પાંચહૂાક્ષરના ઉચ્ચારણ જેટલો છે.
૭મો ભાંગો ૧૪માં ગુણઠાણે જ હોય છે.
૨
૧