________________
ગાથાર્થ - આઠ, સાત, છ કર્મ બંધાય છે ત્યારે ૮ કર્મનો ઉદય અને ૮ કર્મની સત્તા હોય છે. એક જ વેદનીયકર્મ બંધાય છે ત્યારે ત્રણ વિકલ્પો થાય છે અને બંધના અભાવમાં એક વિકલ્પ થાય છે.
વિવેચન : - ત્રીજા વિના ૧ થી ૭ ગુણઠાણાવાળા જીવો આયુષ્ય બંધાતું હોય ત્યારે ૮ કર્મોને બાંધે છે અને જ્યારે આયુષ્ય ન બંધાતું હોય ૭ કર્મોને બાંધે છે. ત્રીજા-આઠમા-નવમા ગુણઠાણે આયુષ્ય બંધાતું નથી એટલે ૭ કર્મો જ બંધાય છે. સૂક્ષ્મસંપરાયવાળા જીવો આયુષ્ય અને મોહનીય વિના ૬ કર્મોને બાંધે છે. તે સર્વે જીવો સરાગી હોવાથી મોહનીયનો ઉદય અવશ્ય હોય છે અને મોહનીયનો ઉદય હોય ત્યારે મોહનીયની સત્તા પણ અવશ્ય હોય છે. એટલે ૮, ૭, ૬ કર્મના બંધકાળે ૮ કર્મોનો ઉદય અને ૮કર્મની સત્તા હોય છે તેના-૩ વિકલ્પો (ભાંગા) થાય છે.
* ત્રીજા વિના ૧ થી ૭ ગુણઠાણે આયુષ્ય બંધાતું હોય ત્યારે ૮ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે. તે પહેલો ભાંગો થયો. તેનો કાળ ૮ કર્મના બંધસ્થાનની જેમ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૧લો ભાંગો ૧ થી ૭ ગુણઠાણા સુધી જ હોય છે.
* ૩/૮૯ ગુણઠાણે અને ૧ થી ૭ ગુણઠાણે આયુષ્ય ન બંધાતું હોય ત્યારે ૭ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે તે બીજો ભાગો થયો. તેનો કાળ ૭ કર્મના બંધસ્થાનની જેમ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તન્યૂન પૂર્વકોડવર્ષનો ત્રીજો ભાગ અધિક માસચૂન ૩૩ સાગરોપમ છે.
રજો ભાંગો ૧ થી ૯ ગુણઠાણા સુધી હોય છે.
* ૧૦મા ગુણઠાણે આયુષ્ય અને મોહનીય વિના ૬ કર્મનો બંધ, ૮ કર્મનો ઉદય, ૮ કર્મની સત્તા હોય છે તે ત્રીજો ભાંગો થયો. તેનો કાળ ૬ કર્મના બંધસ્થાનની જેમ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
૨૦