________________
* ભવસ્થ સામાન્ય કેવલીને ૨૬+ શુભ-અશુભ વિહાયોગતિમાંથી૧ + પરાઘાત + ઉચ્છવાસ + સુસ્વર-દુઃસ્વરમાંથી-૧ = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૩૦ના ઉદયના ૬(સંસ્થાન) ૪ ૨(વિહાવ) ૪ ર(સુસ્વરદુઃસ્વર) = ૨૪ ભાંગા થાય છે.
* ભવસ્થ તીર્થકરકેવલીભગવંતને ૨૭ + શુભવિહા) + પરાઘાત + ઉચ્છવાસ + સુસ્વર = ૩૧ પ્રકૃતિનો ઉદય હોય છે.
૩૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે.
* યોગનિરોધકાલે સાવકેવલીભગવંત વચનયોગને રોકે છે ત્યારે સ્વરનો ઉદયવિચ્છેદ થવાથી ૩૦માંથી સ્વરને કાઢી નાંખતા ૨૯નો ઉદય હોય છે. ર૯ના ઉદયના ૬(સંઘયણ) x ૨(વિહા0) = ૧૨ ભાંગા થાય છે.
* યોગનિરોધકાલે તીર્થંકરકેવલીભગવંત વચનયોગને રોકે છે ત્યારે સ્વરનો ઉદયવિચ્છેદ થવાથી ૩૧માંથી સુસ્વરને કાઢી નાંખતા ૩૦નો ઉદય થાય છે.
તીર્થકરકેવલીને ૩૦ના ઉદયનો-૧ ભાંગો થાય છે.
* યોગનિરોધકાલે સાવકેવલીભગવંત ઉચ્છવાસને રોકે છે ત્યારે ઉચ્છવાસનો ઉદયવિચ્છેદ થવાથી ર૯માંથી ઉચ્છવાસને કાઢી નાંખતા ૨૮નો ઉદય હોય છે.
૨૮ના ઉદયના ૬(સંસ્થાન)૨(વિહાવ)=૧૨ ભાંગા થાય છે.
* યોગનિરોધકાલે તીર્થકરકેવલીભગવંત ઉચ્છવાસને રોકે છે ત્યારે ઉચ્છવાસનો ઉદયવિચ્છેદ થવાથી ૩૦માંથી ઉચ્છવાસને કાઢી નાંખતા ૨૯નો ઉદય હોય છે.
તીર્થકરકેવલીને ૨૯ના ઉદયનો-૧ ભાંગો થાય છે.
* સામાન્ય અયોગકેવલીને મનુષ્યગતિ, પંચ૦જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ. કુલ-૮નો ઉદય હોય છે.
૨૮૬