________________
કેવલીભગવંતના-૮ ઉદયભાંગાઃ
સામાન્ય કેવલીભગવંતને ૨૦/૨૬/૨૮/૨૯/૩૦/૮ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે અને તીર્થંકર કેવલીભગવંતને ૨૧/૨૭/૨૯/૩૦/ ૩૧/૯ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે.
* સામાન્ય કેવલીભગવંતને કેવલીસમુદ્દાતમાં ૩/૪/૫ સમયે ધ્રુવોદયી-૧૨, મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ... કુલ-૨૦ ઉદયમાં હોય છે. તેમાંથી કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન નથી. તેથી સામાન્ય કેવલીને ૨૦ના ઉદયનો-૧ ભાંગો થાય છે.
* તીર્થંકકેવલીભગવંતને ૨૦ + જિનનામ = ૨૧ના ઉદયનો ભાંગો થાય છે.
=
* સામાન્યકેવલીને કેવલીસમુદ્દાતમાં ૨/૬/૭ સમયે ૨૦ + ઔદ્ધિક + ૧લુસં૦ + ૬ સંસ્થાનમાંથી-૧ + ઉપઘાત + પ્રત્યેક ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૨૬ના ઉદયના-૬ ભાંગા થાય છે. (૧) કોઈક સાકેવલીને હૂંડકનો ઉદય હોય છે. (૨) કોઈક સાકેવલીને કુબ્જેનો ઉદય હોય છે. (૩) કોઈક સાકેવલીને વામનનો ઉદય હોય છે. (૪) કોઈક સામેવલીને સાદિસંસ્થાનનો ઉદય હોય છે. (૫) કોઈક સામેવલીને ન્યગ્રોધનો ઉદય હોય છે. (૬) કોઈક સાવલીને સમચતુરસ્રનો ઉદય હોય છે. એટલે ૨૬ના ઉદયના-૬ ભાંગા થાય છે.
= ૨૭
* તીર્થંકકેવલીને કેવલીસમુદ્દાતમાં ૨/૬/૭ સમયે ૨૧ + ઔદ્ધિક + ૧લુસં૦ + સમચતુરસ + ઉપઘાત + પ્રત્યેક પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૨૭ના ઉદયનો-૧ ભાંગો થાય છે. તીર્થંકરભગવંતને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. એટલે દરેક ઉદયસ્થાને એક-એક ભાંગો જ થાય છે.
૨૮૫