________________
૨(વિહાયોગતિ) × ૨(સ્થિર-અસ્થિર) x ૨(શુભ-અશુભ) x ૨(સુભગદુર્ભગ) x ૨(સુસ્વર-દુઃસ્વર) x ૨(આદેય-અનાદેય) x ૨(યશ-અયશ) = ૩૨૦૦ ભાંગા થાય છે. એ જ રીતે, તિવર્ષ પ્રા૦૩૦ના બંધના પણ ૩૨૦૦ ભાંગા થાય છે અને મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ના બંધના પણ ૩૨૦૦ ભાંગા થાય છે. એટલે સાસ્વાદગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા,
તિર્યંચપચે પ્રાયોગ્ય-૨૯ના બંધના - ૩૨૦૦ ભાંગા, તિર્યચપંચે. પ્રાયોગ્ય-૩૦ના બંધના - ૩૨૦૦ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના - ૩૨૦૦ ભાંગા,
કુલ - ૯૬૦૮ બંધ ભાંગા થાય છે. મિશ્ન બંધસ્થાન-બંધમાંગા:
મિશ્રગુણઠાણે સંજ્ઞીતિર્યચ-મનુષ્ય અને દેવ-નારક જ હોય છે. તેમાંથી સંજ્ઞી તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને દેવ-નારકો મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે.
સાસ્વાદનગુણઠાણે મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભવિહાયોગતિ અને દુર્ભગત્રિકનો બંધવિચ્છેદ થવાથી મિશ્રગુણઠાણે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ-અયશ જ વિકલ્પ બંધાય છે. એટલે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના-૨(સ્થિર-અસ્થિર) X ૨(શુભ-અશુભ) ૪ ર(યશ-અયશ) = ૮ ભાંગ જ થાય છે. મિશ્રગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધના - ૮ ભાંગા,
કુલ- ૧૬ ભાંગા થાય છે. સમત્વગુણઠાણે બંધસ્થાન-બંધભાંગા
ચારગતિના સંજ્ઞીજીવોને પર્યાપ્તાવસ્થામાં અને કરણ
૨૩૮