________________
અપર્યાપ્તાવસ્થામાં ચોથું ગુણઠાણું હોય છે. સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે અને સમ્યગ્દષ્ટિ દેવ-નારકો મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. ' સમ્યકત્વગુણઠાણે..તિર્યંચો, દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યો, દેવપ્રાયોગ્ય ૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે.
દેવ-નારકો, મનુષ્ય પ્રાયોગ્ય ૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. સમ્યકત્વગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા,
દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના - ૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધના - ૮ ભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના - ૮ ભાંગા,
કુલ - ૩૨ ભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે બંધસ્થાન-બંધભાંગા
દેશવિરતિગુણઠાણુ તિર્યંચ-મનુષ્યને જ હોય છે અને તે દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. તિર્યંચો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે દેશવિરતિગુણઠાણે..દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના - ૮ ભાંગા,
કુલ - ૧૬ ભાંગા થાય છે. પ્રમત્તગુણઠાણે બંધસ્થાન-બંધભાંગાઃ
પ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે પ્રમત્તગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના - ૮ ભાંગા,
કુલ - ૧૬ ભાંગા થાય છે.
૨૩૯