________________
મિથ્યાત્વગુણઠાણે...
એકે૦ પ્રાયોગ્ય ૨૩/૨૫/૨૬ના બંધના કુલ - ૪૦ ભાંગા, વિકલે૦ પ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ના બંધના કુલ - ૫૧ ભાંગા, તિર્યંચપંચે૦ પ્રાયોગ્ય ૨૫/૨૯/૩૦ના બંધના કુલ - ૯૨૧૭ ભાંગા, મનુષ્ય પ્રાયોગ્ય ૨૫/૨૯ના બંધના - ૪૬૦૯ ભાંગા, દેવ પ્રાયોગ્ય-૨૮ના બંધના - ૮ ભાંગા, નરક પ્રાયોગ્ય-૨૮ના બંધનો - ૧ ભાંગો, કુલ - ૧૩૯૨૬ ભાંગા ઘટે છે. બાકીના ૧૯ ભાંગા ઘટતા નથી. કારણ કે, મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ સમ્યક્ત્વી દેવ-નારકો જ કરી શકે છે. એટલે મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધના-૮ ભાંગા ઘટતા નથી. દેવપ્રાયોગ્ય-૨૯નો બંધ સમ્યક્ત્વી મનુષ્યો અને ૩૦/૩૧નો બંધ અપ્રમત્તસંયમી જ કરે છે. એટલે ૨૯/૩૦/ ૩૧ના બંધના ૮ + ૧ + ૧ ૧૦ ભાંગા ઘટતા નથી અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. એટલે કુલ ૮ + ૧૦ + ૧ = ૧૯ ભાંગા ઘટતા નથી.
સાસ્વાદને બંધસ્થાન-બંધભાંગાઃ
=
મિથ્યાત્વગુણઠા નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિનો બંવિચ્છેદ થતો હોવાથી સાસ્વાદનગુણઠાણે નરકપ્રાયોગ્ય, એકેન્દ્રિયપ્રાયોગ્ય, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય અને અપર્યાપ્તપ્રાયોગ્યબંધ થતો નથી. તથા આહારકદ્ધિક અને જિનનામનો બંધ થતો નથી. એટલે સાસ્વાદન ગુણઠાણે...
સંશીતિર્યંચ-મનુષ્યો.....દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. ચારેગતિના જીવો... સંજ્ઞીતિર્યંચપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. ચારેગતિના જીવો... મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. સાસ્વાદનગુણઠાણે છેવટ્ટુ અને હુંડક બંધાતું નથી. તેથી તિર્યંચ પંચે૦પ્રાયોગ્ય ૨૯ના બંધે ૫(સંઘયણ) × ૫(સંસ્થાન) ×
૨૩૭