________________
યોગાદિની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના ઉદયભાંગા-પદભાંગા
જે ગુણઠાણામાં જેટલા યોગાદિ કહ્યાં હોય, તેટલા યોગાદિની સાથે તે તે ગુણઠાણે થતાં ઉદયભાંગા અને પદભાંગાનો ગુણાકાર કરવાથી તે તે ગુણઠાણામાં યોગાદિની અપેક્ષાએ ઉદયભાંગા અને પદભાંગાની સંખ્યા આવે છે.
જેમકે મિશ્રગુણઠાણે ૧૦ યોગ હોય છે અને ૯૬ ઉદયભાંગા અને ૭૬૮ પદભાંગા થાય છે. એટલે મિશ્રગુણઠાણામાં યોગની અપેક્ષાએ ૧૦ યોગ ૪ ૯૬ ઉદયભાંગા = ૯૬૦ ઉદયભાંગા થાય છે અને ૧૦ યોગ x ૭૬૮ પદભાંગા = ૭૬૮૦ પદભાંગા થાય છે. ગુણઠાણામાં યોગ
* મિથ્યાત્વગુણઠાણે મનના-૪, વચનના-૪, કાર્મણકાયયોગ, ઔદારિકમિશ્રયોગ, ઔદારિકકાયયોગ, વૈક્રિયમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ (કુલ૧૩ યોગી હોય છે. આહારક કાયયોગ અને આહારક મિશ્રયોગ ન હોય. કારણ કે આહારક લબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમત્તસંયમી આહારક શરીર બનાવે છે ત્યારે જ આહારક મિશ્રયોગ અને આહારક કાયયોગ હોય છે એટલે તે બન્ને યોગ ગુણઠાણે જ હોય છે. ક્યારેક પ્રમત્તસંયમી આહારક શરીર બનાવીને ૭મે ગુણઠાણે પણ જાય છે. એટલે ૭મે ગુણઠાણે પણ આહારકકાયયોગ હોય છે. બાકીના ગુણઠાણે તે બન્ને યોગ ન હોય.
* સાસ્વાદન ગુણઠાણે અને સમ્યકત્વગુણઠાણે આહારકમિશ્ર અને આહારકકાયયોગ વિના ૧૩ યોગ હોય છે.
* મિશ્રગુણઠાણે મનના-૪, વચનના-૪, ઔળકા), વૈ0કા), (કુલ-૧૦ યોગી હોય છે. બાકીના ૫ યોગ ન હોય કારણ કે (૧) કાર્પણ કાયયોગ, (૨) ઔદારિકમિશ્ર અને (૩) વૈક્રિયમિશ્રયોગ અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે વખતે મિશ્રગુણઠાણું હોતું નથી અને (૩૮) સપ્તતિકાગ્રંથમાં ગાથા નં. પ૩/૫૪/૫૫/૧૬ જુઓ.
૧૯૩
13