________________
હોય છે. તેમાં કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે બંધસ્વામિત્વ જાણવું. એટલે મિથ્યાત્વમાર્ગણામાં એક જ મિથ્યાત્વગુણઠાણ હોય છે ત્યાં ૧૧૭, કર્મપ્રકૃતિ બંધાય છે. સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં એક જ સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યાં ૧૦૧ કર્મપ્રકૃતિ બંધાય છે. મિશ્ર સમક્તમાર્ગણામાં એક જ મિશ્રગુણઠાણું હોય છે ત્યાં ૭૪ કર્મપ્રકૃતિ બંધાય છે. દેશવિરતિમાર્ગણામાં એક જ દેશવિરતિગુણઠાણુ હોય છે ત્યાં ૬૭ કર્મપ્રકૃતિ બંધાય છે અને સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં એક જ સૂક્ષ્મસંપરાયગુણઠાણ હોય છે. ત્યાં ૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે. આહારીમાર્ગણામાં બંધસ્વામિત્વ :
જીવ ઔદારિકાદિ નામકર્મના ઉદયથી દારિકાદિ પુદ્ગલસ્કંધોનો આહાર કરે છે તેથી તે આહારી કહેવાય છે. અને ઔદારિકનામકર્મનો ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોવાથી, જીવ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી આહાર કરે છે. તેથી આહારીમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણા હોય છે. ત્યાં કર્મસ્તવમાં કહ્યા મુજબ બંધસ્વામિત્વ જાણવું. એટલે મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને ૧૦૧ ઇત્યાદિ... લેશ્યામાર્ગણામાં બંધસ્વામિત્વ - કૃષ્ણાદિ ત્રણ લેગ્યામાં બંધસ્વામિત્વ :
ओहे अठारसयं आहारदुगुणमाइलेसतिगे । तं तित्थोणं मिच्छे साणाइसु सव्वहिं ओहो ॥२१॥
ओघेऽष्टादशशतमाहारकद्विकोनमादिलेश्यात्रिके । तत्तीर्थोनं मिथ्यात्वे, सास्वादनादिषु सर्वत्रौघः ॥२१॥
ગાથાર્થ :- પહેલી ત્રણ લેગ્યામાં આહારદ્ધિક વિના ઓથે ૧૧૮ કર્મપ્રકૃતિ બંધાય છે. તેમાંથી તીર્થંકર નામકર્મ વિના મિથ્યાત્વે ૧૧૭ બંધાય છે અને સાસ્વાદનાદિગુણઠાણામાં ઓઘબંધ જાણવો.
99