________________
વિવેચનઃ- કૃષ્ણાદિ-૩ લેશ્યા ૪ અથવા ૬ ગુણસ્થાનક સુધી જ હોય છે. નારકો, તેઉકાય, વાઉકાય અને વિકલેન્દ્રિયને કૃષ્ણાદિ-૩ અશુભલેશ્યા જ હોય છે. વૈમાનિકદેવોને તેજો વગેરે ત્રણ શુભલેશ્યા જ હોય છે. ગર્ભજ તિર્યંચ-મનુષ્યોને છ લેશ્યા હોય છે. જ્યોતિને તેજોલેશ્યા જ હોય છે. ભવનપતિ, વ્યંતર અને એકેન્દ્રિયને કૃષ્ણાદિ૪ લેશ્યા હોય છે.
ગ્રન્થકારભગવંતે આ જ કર્મગ્રન્થની છેલ્લી ગાથામાં કહ્યું છે કે, કૃષ્ણાદિ-૩ અશુભલેશ્યા ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. અને ચોથાકર્મગ્રન્થની ૨૩મી ગાથામાં કહ્યું છે કે, કૃષ્ણાદિ-૩ લેશ્યા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી હોય છે. તેનું કારણ માત્ર વિવક્ષાભેદ છે. કારણકે કૃષ્ણાદિ-૩ લેશ્યામાં પહેલા ચાર જ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. દેશવિરતિ વગેરે ગુણસ્થાનક પ્રાપ્ત થતા નથી. તેથી ગ્રન્થકારભગવંતે ત્રીજા કર્મગ્રન્થમાં પ્રાપ્તિકાળની અપેક્ષાએ કૃષ્ણાદિ-૩ લેશ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનક કહ્યાં છે. અને કૃષ્ણાદિ-૩ અશુભ લેશ્યાવાળા જીવને દેશવિરતિ કે સર્વવિરતિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ દેશવિરતિ કે સર્વવિરતિગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી કાલાન્તરે મંદ પરિણામના વશથી કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યા આવી શકે છે. તે વખતે દેશવિરતિ કે સર્વવિરતિગુણઠાણુ ચાલ્યું જતુ નથી. એટલે પૂર્વપ્રતિપક્ષને [પૂર્વે પ્રાપ્ત થયેલ ગુણસ્થાનકને] આશ્રયીને ગ્રન્થકારભગવંતે કૃષ્ણાદિ ત્રણ લેશ્યામાં ૧ થી ૬ ગુણસ્થાનક કહ્યાં છે.
કૃષ્ણાદિ-૩ લેશ્યામાં ૪ અથવા ૬ ગુણસ્થાનક હોઇ શકે છે પણ સાતમું કે આઠમું ગુણસ્થાનક હોતું નથી. એટલે આહારકદ્રિક (૨૯)સવ્વવિ વડસાયા, જેમ છમાં ગન્મતિરિયમખુલ્લુ
नारय तेऊ वाऊ, विगला वेमाणि य ति लेसा ॥१४॥ जोइसिय तेउलेसा, सेसा सव्वेवि हुंति चउलेसा
૭૮
........ || †† || [દંડકની ગાથા નં. ૧૪-૧૫]