________________
પ્રમત્તે ૬૩ ને બદલે ૬૨ દિવાયુ વિના], અપ્રમત્તે ૫૮, અપૂર્વકરણે ૫૮, ૨૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંપરાયે-૧૭ અને ઉપશાંત મોહે-૧ કર્મપ્રકૃતિ બંધાય છે. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં બંધસ્વામિત્વ -
ક્ષયોપશમસમ્યકત્વમાં સ0મો નો ઉદય અવશ્ય હોય છે અને જયાં સુધી સમ્યકત્વમોહનીયનો ઉદય હોય ત્યાં સુધી જીવ શ્રેણિ માંડી શકતો નથી. એટલે ક્ષયોપશમસમ્યક્નમાં અપૂર્વકરણાદિ ગુણઠાણા હોતા નથી અને પહેલા ત્રણ ગુણઠાણામાં સમ્યકત્વ હોતું નથી. એટલે ત્યાં ૪ થી ૭ સુધીના કુલ ૪ ગુણઠાણા હોય છે.
ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં કર્મસ્તવમાં ચોથે ગુણઠાણે કહ્યાં મુજબ ૭૭ + આહાદ્ધિક = ૭૯ પ્રકૃતિ ઓથે બંધાય છે. સમ્યકત્વગુણઠાણે આહારકદ્ધિક વિના ૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, અને અપ્રમત્તે ૫૮ કે પ૯ કર્મપ્રકૃતિને બાંધે છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં બંધસ્વામિત્વ :
પહેલા ત્રણ ગુણઠાણામાં સમ્યકત્વ હોતું નથી. એટલે સાયિકસમ્યકત્વમાં ૪ થી ૧૪ સુધીના ૧૧ ગુણઠાણા હોય છે. ત્યાં આહારકદ્ધિક સહિત ઓધે-૭૯, સમ્યકત્વગુણઠાણે-૭૭ [આહારકદ્ધિક વિના], દેશવિરતિગુણઠાણે ૬૭, પ્રમત્તે-૬૩, અપ્રમત્તે-૫૮ કે ૧૯, અપૂર્વકરણ-૫૮, પ૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે-૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંપરાયે-૧૭, ક્ષીણમોહ અને સયોગીકેવળીગુણઠાણે-૧ કર્મપ્રકૃતિ બંધાય છે. મિથ્યાત્વાદિમાર્ગણામાં બંધસ્વામિત્વ -
મિથ્યાત્વ, સાસ્વાદનસમ્યકત્વ, મિશ્રસમ્યકત્વ, દેશવિરતિ અને સૂક્ષ્મસંપરા ચારિત્રમાર્ગણામાં પોતપોતાના નામવાળુ એક જ ગુણસ્થાનક