________________
(૧) અનાદિ મિથ્યાદષ્ટિજીવને અપૂર્વકરણે ગ્રન્થિભેદ થવાથી જે સમ્યક્ત પ્રાપ્ત થાય છે તે ગ્રન્થિભેદજન્યઉપશમસમ્યક્ત કહેવાય છે.
(૨) ઉપશમશ્રેણિનો પ્રારંભક જીવ સૌ પ્રથમ અનંતાનુબંધી કષાયની વિસંયોજના [મતાંતરે અનંતાનુબંધીની ઉપશમના] કરીને, દર્શનત્રિકને સંપૂર્ણ ઉપશમાવે છે. તે વખતે જે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તે શ્રેણિગતઉપશમસમ્યકત્વ કહેવાય.
પહેલા ત્રણ ગુણઠાણામાં ઉપશમસમ્યકત્વ હોતું નથી અને ઉપશમસમ્યગ્દષ્ટિજીવ ઉપશમશ્રેણિ માંડીને, ૧૧મા ગુણઠાણા સુધી જ જઈ શકે છે ત્યાંથી આગળ જઈ શકતો નથી. એટલે છેલ્લા ત્રણ ગુણઠાણામાં પણ ઉપશમસમ્યકત્વ હોતું નથી. એટલે ૪ થી ૧૧ ગુણઠાણા સુધીના કુલ ૮ ગુણઠાણામાં ઉપશમસમ્યકત્વ હોય છે.
ઉપશમસમ્યગદષ્ટિને ઘોલના પરિણામ હોતા નથી. તેથી ઉપશમસમ્યગદષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવાયુને અને ઉપશમસમ્યગૃષ્ટિ દેવ -નારકો મનુષ્યાયુને બાંધી શકતા નથી. એટલે કર્મસ્તવમાં કહ્યા મુજબ ચોથા ગુણઠાણે બંધાતી ૭૭ પ્રકૃતિમાંથી દેવાયુ અને મનુષ્યાયુ કાઢી નાંખવાથી ૭૫ રહે, પણ શ્રેણિગત ઉપશમસમ્યગુદૃષ્ટિ સાતમ-આઠમે ગુણઠાણે આહારકદ્ધિકને બાંધી શકે છે. તેથી તે બે પ્રકૃતિ ઉમેરવાથી ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ઓથે-૭૭, સમ્યકત્વગુણઠાણે આહારકદ્ધિક વિના-૭૫, દેશવિરતિગુણઠાણે ૬૭ ને બદલે ૬૬ દિવાયુ વિના], . (૨૮) શાસ્ત્રમાં કહ્યું છે કે,
... अणबंधोदय-आउगबन्धं कालं च सासणो कुणइ । उवसम सम्मद्दिट्टि चउण्हमिक्कंपि नो कुणइ॥
ગાથાર્થ : સાસ્વાદન અવસ્થામાં જીવ (૧) અનંતાનુબંધીનો બંધ, (૨) અનંતાનુબંધીનો ઉદય, (૩) આયુષ્યનો બંધ અને (૪) કાળ (મૃત્યુ પામવું) એ-૪ પ્રક્રિયા કરે છે. પણ ઉપશમ સમ્યગુદૃષ્ટિ જીવ એ ૪ માંથી એકે ય પ્રક્રિયા કરતો નથી.
૭૫