________________
અપ્રમત્ત-૫૯ કે ૧૮, અપૂર્વકરણે ૫૮, પ૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંપરાયે-૧૭, ઉપશાંત અને ક્ષીણમોહે૧ કર્મપ્રકૃતિને બાંધે છે. સમ્યકત્વ, ચારિત્ર અને આહારકમાર્ગણામાં બંધસ્વામિત્વ - अड उवसमि चउ वेयगि, खईए इक्कार मिच्छतिगि देसे । सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥१९॥ परमुवसमि वटुंता, आउ न बंधंति तेण अजयगुणे । देवमणुआउहीणो, देसाइसु पुण सुराउ विणा ॥२०॥ अष्टोपशमे चत्वारि वेदके, क्षायिके एकादश मिथ्यात्वत्रिके देसे। सूक्ष्मे स्वस्थानं त्रयोदश आहारके निजनिजगुणौघः ॥१९॥ परमुपशमे वर्तमाना आयु न बध्नन्ति तेनायतगुणे । देवमनुजायुहीनो, देशादिषु पुनः सुरायुर्विना ॥२०॥
ગાથાર્થ - ઉપશમસમ્યકત્વમાં અવિરતિ વગેરે ૮ ગુણઠાણા હોય છે. ક્ષયોપશમસમ્યકત્વમાં અવિરતિ વગેરે ૪ ગુણઠાણા હોય છે અને ક્ષાયિકસમ્યકત્વમાં અવિરતિ વગેરે ૧૧ ગુણઠાણા હોય છે. મિથ્યાત્વાદિ ત્રણ, દેશવિરતિ અને સૂક્ષ્મસંપરાયચારિત્રમાં પોતપોતાનું ગુણઠાણુ હોય છે. આહારીમાર્ગણામાં ૧૩ ગુણઠાણા હોય છે. આ સર્વે માર્ગણામાં પોતપોતાના ગુણઠાણા પ્રમાણે ઓઘબંધ જાણવો.
પરંતુ ઉપશમસમ્યકત્વમાં વર્તતા જીવો પરભવનું આયુષ્ય બાંધતા નથી. તેથી અવિરતિગુણઠાણે દેવાયુ અને મનુષ્યાયુના બંધ વિના ઓઘબંધ જાણવો અને દેશવિરતિ વગેરે ગુણઠાણાઓમાં દેવાયુના બંધ વિના ઓઘબંધ જાણવો.
વિવેચનઃ-ઉપશમસમ્યકત્વ-ર પ્રકારે છે. (૧) ગ્રન્થિભેદ ઉપશમસમ્યકત્વ (૨) શ્રેણિગતઉપશમસમ્યકત્વ.
૭૪