________________
હોય છે. કારણકે ૧ થી ૫ ગુણઠાણા સુધી સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થતું નથી અને પરિહારવિશુદ્ધિચારિત્રવાળો જીવ શ્રેણી માંડી શકતો ન હોવાથી અપૂર્વકરણાદિગુણઠાણા હોતા નથી.
પરિહારવિશુદ્ધિચારિત્રવાળા મુનિભગવંતો કાંઈક ન્યૂન દશપૂર્વધર હોય છે પણ ચૌદપૂર્વધર હોતા નથી. માટે આહારકશરીર બનાવી શકતા નથી. પણ આહારકટ્રિકના બંધને યોગ્ય અધ્યવસાયો હોવાથી આહારકદ્ધિકને બાંધી શકે છે. એટલે આહારકદ્ધિક સહિત ઓધે-૬૫, પ્રમત્તે-૬૩ અને અપ્રમત્ત-૫૯ કે ૫૮ કર્મપ્રકૃતિને બાંધે છે. કેવળહિકમાર્ગણામાં બંધસ્વામિત્વ :
કેવળજ્ઞાન અને કેવળદર્શન તેરમાગુણઠાણે પ્રાપ્ત થતું હોવાથી, એ બને માર્ગણામાં ૧૩મું અને ૧૪મું ગુણઠાણું હોય છે. તેમાં ૧૩મે ગુણઠાણે એક જ શાતાવેદનીયકર્મ બંધાય છે. ૧૪મે ગુણઠાણે યોગનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. મતિ-શ્રુત-અવધિદ્રિકમાં બંધસ્વામિત્વ :
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શનમાર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા સુધીના કુલ ૯ ગુણઠાણા હોય છે. કારણકે પહેલા ત્રણ ગુણઠાણામાં અજ્ઞાન હોય છે અને છેલ્લા બે ગુણઠાણામાં ક્ષાયિકભાવનું કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. એટલે ૧ થી ૩ અને ૧૩મા-૧૪મા ગુણઠાણે ક્ષાયોપથમિક મત્યાદિજ્ઞાન અને ક્ષાયોપથમિક અવધિદર્શન હોતું નથી. તેથી મતિજ્ઞાનાદિ-૪ માર્ગણામાં ૪ થી ૧૨ ગુણઠાણા કહ્યાં છે.
મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને અવધિદર્શનવાળા જીવો કર્મસ્તવમાં સમ્યકત્વગુણઠાણે કહ્યાં મુજબ ૭૭ + આહારકદિક= ૭૯ ઓથે બાંધે છે, સમ્યકત્વે-૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩,
૭૩