________________
છઠ્ઠાગુણઠાણે પણ મનઃપર્યવજ્ઞાન હોય છે અને તેરમાગુણઠાણે ક્ષાયિકભાવનું કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે વખતે ક્ષાયોપશમિકભાવના મત્યાદિ-૪ જ્ઞાન નાશ પામે છે. તેથી ૧૩મા અને ૧૪મા ગુણઠાણે મન:પર્યવજ્ઞાન હોતું નથી. એટલે મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં ૬ થી ૧૨ સુધીના કુલ ૭ ગુણઠાણા હોય છે.
મનઃપર્યવજ્ઞાનમાર્ગણામાં ૬ થી ૧૨ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ બંધસ્વામિત્વ જાણવું પણ મન:પર્યવજ્ઞાની આહારકદ્ધિકને બાંધી શકે છે. તેથી ૬૩ કર્મપ્રકૃતિમાં આહારકદ્ધિક ઉમેરવાથી મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં ઓધે-૬૫, પ્રમત્તે-૬૩, અપ્રમત્તે-૫૯ કે ૫૮, અર્પૂવકરણે ૫૮, ૫૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯, ૧૮, સૂક્ષ્મસંપરાયે-૧૭, ઉપશાંતમોહે-૧ અને ક્ષીણમોહે-૧ કર્મપ્રકૃતિ બંધાય છે. સામાયિક અને છેદોપસ્થાપનીયમાં બંધસ્વામિત્વઃ
સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીયચારિત્રમાં પ્રમત્તાદિ-૪ ગુણઠાણા હોય છે. કારણકે ૧ થી ૫ ગુણઠાણા સુધી સર્વવિરતિચારિત્ર હોતું નથી. તથા ૧૦મે ગુણઠાણે સૂક્ષ્મસંપરાયચારિત્ર અને ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી યથાખ્યાતચારિત્ર હોય છે. એટલે સામાયિક અને છેદોપસ્થાપનીયચારિત્રમાં ૬ઠ્ઠું, ૭મું, ૮ અને ૯... કુલ-૪ ગુણઠાણા જ હોય છે.
સામાયિકચારિત્ર અને છેદોપસ્થાપનીયચારિત્રમાર્ગણામાં આહારકક્રિક સહિત ઓથે-૬૫, પ્રમત્તે-૬૩, અપ્રમત્તે-૫૯ કે ૧૮, અપૂર્વક૨ણે ૫૮, ૫૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણે ૨૨, ૨૧, ૨૦, ૧૯ અને ૧૮ કર્મપ્રકૃતિ બંધાય છે. પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણામાં બંધસ્વામિત્વ :
પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણામાં પ્રમત્ત-અપ્રમત્ત બે જ ગુણઠાણા
૭૨