________________
ગાથાર્થ - સંજ્વલનત્રિકમાં ૯, સંવલોભમાં ૧૦, અવિરતિચારિત્રમાં ૪, અજ્ઞાનત્રિકમાં ૨ અથવા ૩, ચક્ષુ-અચક્ષુદર્શનમાર્ગણામાં પહેલા ૧૨ અને યથાખ્યાતમાં છેલ્લા ચાર ગુણસ્થાનકો હોય છે.
વિવેચન :- સંજવલન ક્રોધનો ઉદય નવમાગુણઠાણાના બીજાભાગ સુધી હોય છે. તેથી સંક્રોધમાર્ગણા નવમાગુણઠાણાના બીજા ભાગ સુધી જ હોય છે એટલે તેમાં કર્મસ્તવની જેમ ઓઘે૧૨૦, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને-૧૦૧, મિશ્ન-૭૪, સમ્યકત્વે૭૭, દેશવિરતિગુણઠાણે-૬૭, પ્રમત્તે-૬૩, અપ્રમત્તે-પ૯ કે ૫૮, અપૂર્વકરણે પ૮, પ૬, ૨૬, અનિવૃત્તિગુણઠાણાના ૧ લા ભાગે ૨૨ અને બીજા ભાગે ૨૧ કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યાર પછી સંક્રોધમાર્ગણા હોતી નથી.
એ જ રીતે, સંજ્વલનમાનનો ઉદય નવમાગુણઠાણાના ત્રીજાભાગ સુધી જ હોય છે. તેથી સં૦માનમાર્ગણા નવમાગુણઠાણાના ત્રીજા ભાગ સુધી જ હોય છે. એટલે તેમાં કર્મસ્તવની જેમ નવમા ગુણઠાણાના ત્રીજા ભાગ સુધી બંધસ્વામિત્વ જાણવું. ત્યાર પછી સંવમાનમાર્ગણા હોતી નથી.
સંજવલનમાયાનો ઉદય નવમાગુણઠાણાના ચોથા ભાગ સુધી જ હોય છે. તેથી સં૦માયામાર્ગણા નવમાગુણઠાણાના ચોથા ભાગ સુધી જ હોય છે. એટલે તેમાં કર્મસ્તવની જેમ નવમાં ગુણઠાણાના ચોથા ભાગ સુધી બંધસ્વામિત્વ જાણવું. ત્યારપછી સં૦માયામાર્ગણા હોતી નથી.
સંજ્વલનબાદરલોભનો ઉદય નવમાગુણઠાણાના પાંચમા ભાગ સુધી હોય છે તેથી સંઈબાદરલોભમાર્ગણા નવમા ગુણઠાણાના પાંચમા ભાગ સુધી હોય છે. એટલે તેમાં કર્મસ્તવની જેમ નવમા ગુણઠાણાના પાંચમા ભાગ સુધી બંધસ્વામિત્વ જાણવું. ત્યારપછી બાદરલોભમાર્ગણા હોતી નથી.
૬૮