________________
સૂક્ષ્મસંજ્વલનલોભનો ઉદય દશમાગુણઠાણા સુધી હોય છે. તેથી સંડલોભમાર્ગણા દશમાગુણઠાણા સુધી હોય છે. તેમાં ૧ થી ૧૦ ગુણઠાણા સુધી કર્મસ્તવની જેમ બંધસ્વામિત્વ જાણવું. અકષાયમાર્ગણા :
અકષાયમાર્ગણામાં ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ શાતાવેદનીય કર્મપ્રકૃતિ બંધાય છે. ૧૪મા ગુણઠાણે યોગના અભાવે કર્મબંધ થતો નથી. સંયમમાગણા :
(૧) સામાયિકચારિત્ર, (૨) છેદોપસ્થાપનીયચારિત્ર, (૩) પરિહારવિશુદ્ધિચારિત્ર, (૪) સૂક્ષ્મસંપરાયચારિત્ર, (૫) યથાખ્યાતચારિત્ર, (૬) દેશવિરતિ અને (૭) અવિરતિ એ-૭ પ્રકારે સંયમમાર્ગણા છે. તેમાંથી અવિરતિ અને યથાખ્યાતચારિત્ર માર્ગણામાં બંધસ્વામિત્વ કહે છે. અવિરતિમાર્ગણામાં બંધસ્વામિત્વ :
અવિરતિમાર્ગણામાં ૧ થી ૪ ગુણઠાણા હોય છે તેથી ત્યાં સમ્યત્વ હોય છે. માટે જિનનામ બંધાય છે. પણ અપ્રમત્તચારિત્ર હોતું નથી માટે આહારકદ્ધિક બંધાતું નથી. એટલે આહારકદ્ધિક વિના ધે૧૧૮, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને-૧૦૧, મિશે-૭૪ અને સમ્યકત્વે૭૭ કર્મપ્રકૃતિ બંધાય છે. યથાખ્યાતમાર્ગણામાં બંધસ્વામિત્વ :
યથાખ્યાનમાર્ગણામાં ૧૧મું, ૧૨મું, ૧૩મું અને ૧૪મું... છેલ્લા ચાર ગુણઠાણા હોય છે. તેમાં ૧૧ થી ૧૩ સુધી એક જ શાતાવેદનીયકર્મ બંધાય છે. ૧૪મે ગુણઠાણે યોગનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી. જ્ઞાનમાર્ગણા :
(૧) મતિ-અજ્ઞાન, (૨) શ્રુત-અજ્ઞાન, (૩) અવધિ-અજ્ઞાન