________________
કષાયમાર્ગણામાં બંધસ્વામિત્વ :
જ્યાં સુધી જે કષાયનો ઉદય હોય ત્યાં સુધી તે કષાયમાર્ગણા હોય છે. જ્યારે જે કષાયનો ઉદયવિચ્છેદ થાય છે ત્યારે તે કષાય માર્ગણા પૂર્ણ થાય છે.” એ નિયમાનુસારે અનંતાનુબંધી કષાયનો ઉદય બે ગુણઠાણા સુધી જ હોય છે તેથી અનંતાનુબંધી કષાયમાર્ગણા બે ગુણઠાણા સુધી જ હોય છે. ત્યાં જિનનામ અને આહારકદ્ધિક વિના ઓધે-૧૧૭, મિથ્યાત્વે-૧૧૭ અને સાસ્વાદને-૧૦૧ કર્મપ્રકૃતિ બંધાય છે.
અપ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી અપ્રત્યાખ્યાનીયકષાયમાર્ગણા ચાર ગુણઠાણા સુધી જ હોય છે ત્યાં સમ્યકત્વ હોવાથી જિનનામ બંધાય છે પણ અપ્રમત્તચારિત્ર ન હોવાથી આહારકદ્વિક બંધાતું નથી. તેથી ત્યાં આહારકદ્ધિક વિના ઓધે-૧૧૮, મિથ્યાત્વે ૧૧૭ (જિનનામ વિના), સાસ્વાદને-૧૦૧, મિશ્રે-૭૪ અને સમ્યકત્વે-૭૭ કર્મપ્રકૃતિ બંધાય છે.
પ્રત્યાખ્યાન કષાયનો ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી પ્રત્યાખ્યાનીયકષાયમાર્ગણા પાંચ ગુણઠાણા સુધી જ હોય છે. ત્યાં આહારકદ્ધિક વિના ઓથે-૧૧૮, મિથ્યાત્વે-૧૧૭, સાસ્વાદને૧૦૧, મિશ્ન-૭૪, સમ્યકત્વે-૭૭ અને દેશવિરતિગુણઠાણે-૬૭ કર્મપ્રકૃતિ બંધાય છે. કષાય, અવિરતિ, અજ્ઞાન, ચક્ષુ-ચક્ષુ, યથાખ્યાતમાં બંધસ્વામિત્વ - संजलणतिगे नव दस लोभे, चउ अजइ दु-ति अनाणतिगे । बारस अचक्खु चक्खुसु, पढमा अहक्खाय चरमचउ ॥१७॥ संज्वलनत्रिके नव दश लोभे, चत्वार्ययते द्वे त्रिण्यज्ञानत्रिके । द्वादशाचक्षुश्चक्षुषोः, प्रथमानि यथाख्याते चरमचत्वारि ॥१७॥