________________
બાંધે છે. તેથી મનુષ્યગતિ પ્રાયોગ્ય મનુષ્યદ્રિક, ઔદારિકદ્ધિક અને પ્રથમસંઘયણ બંધાતું નથી. એટલે ઔદારિકમિશ્નકાયયોગ માર્ગણામાં સમ્યત્વગુણઠાણે ૭૫ પ્રકૃતિનો બંધ કેવી રીતે સંભવે ?
સમાધાન - પૂજ્યશ્રી પંચાસજીજયસોમ મહારાજ સાહેબે કર્મગ્રંથના વિષમપદપર્યાયના પત્ર ૧૦-૧૨ કર્યા છે. તેમાં લખ્યું છે કે, સિદ્ધાંતના મતે ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે ૭૫ પ્રકૃતિનો બંધ ઘટી શકે છે. કારણ કે, જે અવિરતસમ્યકત્વી તિર્યંચમનુષ્યો ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે તે ઉત્તરવૈક્રિયશરીરી તિર્યંચમનુષ્યો વૈક્રિયદ્ધિક અને દેવદ્ધિકને બાંધતા નથી પણ ઔદારિકટ્રિકમનુષ્યદ્ધિક અને પ્રથમસંઘયણને બાંધે છે. તેઓને વૈક્રિયશરીર છોડતી વખતે સિદ્ધાંતના મતે ઔદારિકમિશ્રયોગ હોય છે એટલે સમ્યત્વગુણઠાણે
ઔદારિકમિશ્ન-કાયયોગી તિર્યંચ-મનુષ્યો ઔદારિકદ્રિક, મનુષ્યદ્ધિક અને પ્રથમસંઘયણને બાંધે છે. તેથી સિદ્ધાંતના મતે ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે ૭૫ કર્મપ્રકૃતિનો બંધ સંભવે છે.
અવચૂર્ણિકાર ભગવંતે પણ ઔદારિકમિશ્નકાયયોગમાર્ગણામાં સમ્યકત્વગુણઠાણે ૭૫ પ્રકૃતિનો બંધ કહ્યો છે.
યશ સોમસૂરિકૃતબાલાવબોધમાં કહ્યું છે કે, ગ્રન્થકાર ભગવંતે “મારવીસ” પદમાં વડવીની પછી માઃિ શબ્દ મૂકેલો છે. એટલે સગવડવીમાડું અનંતાનુબંધી-૨૪ વગેરે કહ્યું છે. એટલે ગ્રંથકારભગવંતનું મૂળગ્રસ્થમાં વસવીર પછી માઃિ શબ્દ લખવાનું કારણ એવું જણાય છે કે, આદિ શબ્દથી મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક અને પ્રથમસંઘયણ એ-૫ પ્રકૃતિનું ગ્રહણ કરીને, ૨૪ ને બદલે ૨૯ પ્રકૃતિ (૨૧) જુઓ..શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૧ પેજનં. ૬૫ર (૨૨)ગોમ્મસારમાં કર્મકાંડની ૧૧૭મી ગાથામાં પણ દારિકમિશ્નકાયયોગ
માર્ગણામાં સમ્યકત્વગુણઠાણે ૨૯ પ્રકૃતિ ઓછી કરવાનું કહ્યું છે.
૬ ૧