________________
ઔદાકિમિશ્રમાં અને કાર્યણકાયયોગમાં બંધસ્વામિત્વ :अण चवीसाइ विणा, जिणपणजुय सम्मि जोगिणो सायं । विणु तिरिनराउ कम्मे वि, एवमाहारदुगि ओहो ॥१५ ॥ अनन्तचतुर्विंशत्यादिं विना, जिनपञ्चकयुताः सम्यक्त्वे योगिनः सातम् । विना तिर्यङ्नरायुः कार्मणेऽप्येवमाहारकद्विके ओघः ॥ १५ ॥
ગાથાર્થ :- ઔદારિકમિશ્રકાયયોગમાં સમ્યક્ત્વગુણઠાણે અનંતાનુબંધી ચોવીસ વગેરે કાઢીને, તીર્થંકરનામકર્માદિ-પાંચ પ્રકૃતિ યુક્ત કરવી. સયોગીગુણઠાણે શાતાવેદનીય એક જ બંધાય છે. એ જ પ્રમાણે, ઔ મિશ્રની જેમ) કાર્યણકાયયોગમાં પણ તિર્યંચાયુ અને મનુષ્યાયુ વિના બંધ જાણવો. આહારકકાયયોગ અને આહારકમિશ્રયોગમાં ઓઘબંધ જાણવો.
વિવેચન :- જ્યાં સુધી અનંતાનુબંધીનો ઉદય હોય ત્યાં સુધી જ અનંતાનુબંધીથી માંડીને તિર્યંચાનુપૂર્વી સુધીની ૨૪ કર્મપ્રકૃતિ બંધાય છે. સમ્યત્વે અનંતાનુબંધીનો ઉદય નથી તેથી ત્યાં અનંતાનુબંધી ક્રોધાદિ-૨૪ પ્રકૃતિ બંધાતી નથી. તેથી ૯૪માંથી ૨૪ કાઢી નાંખવાથી ૭૦ રહે.
સમ્યક્ત્વગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં મનુષ્યો જિનનામને બાંધી શકે છે. અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો નિયમા દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધતા હોવાથી, દેવદ્ધિક અને વૈક્રિયદ્ઘિક બંધાય છે. તેથી ૭૦પ્રકૃતિમાં જિનનામ, દેવદ્ધિક અને વૈક્રિયદ્વિક ઉમેરવાથી કુલ-૭૫ પ્રકૃતિ ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં સમ્યક્ત્વગુણઠાણે બંધાય છે. શંકા :- ઔદારિકમિશ્રકાયયોગ માર્ગણામાં સમ્યક્ત્વગુણઠાણે ૭૫ કર્મપ્રકૃતિનો બંધ કહ્યો છે. તેમાં મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક અને વજૠષભનારાચસંઘયણ એ પાંચ પ્રકૃતિનો સમાવેશ કરેલો છે. પણ ત્યાં મનુષ્યગતિ પ્રાયોગ્ય મનુષ્યદ્ઘિકાદિ-૫ પ્રકૃતિ કેવી રીતે બંધાય ? કારણકે ઔદારિકમિશ્રકાયયોગ તિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્ય નિયમા દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને
૬૦