________________
વિવેચન :- એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાય એ સાતમાર્ગણામાં રહેલા જીવો મિથ્યાત્વે ૧૦૯ પ્રકૃતિને બાંધે છે. તેમાંથી સૂક્ષ્મનામકર્માદિ-૧૩ પ્રકૃતિ વિના ૯૬ કર્મપ્રકૃતિને સાસ્વાદને બાંધે છે.
કેટલાક આચાર્ય મહારાજા એમ કહે છે કે, એકેન્દ્રિયાદિ સાતમાર્ગણામાં રહેલા જીવો સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુ અને મનુષ્યાયુને બાંધી શકતા નથી. કારણકે તે જીવો ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે ઉપશમસમ્યક્ત્વથી પડીને સાસ્વાદને આવવાનું હોતું નથી. અને જે પર્યાપ્તા સંશીપંચેન્દ્રિય જીવે પૂર્વે પૃથ્વી, અર્ કે વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે એવું એકેન્દ્રિયતિર્યંચનું કે વિકલેન્દ્રિયતિર્યંચનું આયુષ્ય બાંધેલું હોય, તે જીવ કાલાન્તરે વિશુદ્ધિના વશથી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ત્યાંથી પડીને, સાસ્વાદનગુણઠાણે આવ્યા પછી જો ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો તે જીવ મરીને બાદરપૃથ્વી, બાદરઅપ્, પ્રત્યેકવનસ્પતિ કે વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે જીવોને શરી૨ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ સાસ્વાદનગુણઠાણુ હોય છે. તે વખતે પરભવનું આયુષ્ય બંધાતું નથી. કારણકે લબ્ધિ-પર્યામા જીવો સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી પરભવનું આયુષ્ય બાંધી શકે છે. એટલે જ્યારે સાસ્વાદનગુણઠાણુ હોય છે ત્યારે આયુષ્ય બંધાતું નથી અને જ્યારે આયુષ્ય બંધાય છે ત્યારે સાસ્વાદનગુણઠાણુ હોતું નથી. તેથી એકેન્દ્રિયાદિ સાત માર્ગણાવાળા જીવો સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુ કે મનુષ્યાયુને બાંધી શકતા નથી. એટલે ૯૬માંથી મનુષ્યાયુ અને તિર્યંચાયુ કાઢી નાંખવાથી ૯૪૪ કર્મપ્રકૃતિ સાસ્વાદનગુણઠાણે બંધાય છે.
(૧૪)પૂ.જયસોમસૂરિમહારાજાકૃતટબામાં અને જીવવિજયજીમહારાજાકૃત ટબામાં કહ્યું છે કે, એકેન્દ્રિયાદિ સાત માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે ૯૪નો બંધ વધારે યુક્તિ સંગત જણાય છે.
૫૨