________________
તેમાંથી સૌ પ્રથમ (૧) એકેન્દ્રિય (૨) બેઈક્રિય (૩) તે ઇન્દ્રિય (૪) ચઉરિન્દ્રિય (૫) પૃથ્વીકાય (૬) અપકાય અને (૭) વનસ્પતિકાય... એ સાતમાર્ગણામાં બંધસ્વામિત્વ કહે છે.
એકેન્દ્રિયાદિ સાત માર્ગણામાં રહેલા જીવો લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચની જેમ જિનનામાદિ-૧૧ કર્મપ્રકૃતિને ભવસ્વભાવે જ બાંધી શકતા નથી. કારણકે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયજીવોને મિથ્યાત્વ અને સાસ્વાદન ગુણઠાણ જ હોય છે. સમ્યકત્વગુણઠાણ હોતું નથી. તેથી જિનનામકર્મ બંધાતું નથી. અને તે જીવો મરીને દેવગતિ કે નરકગતિમાં જતા નથી. તેથી દેવત્રિક, વૈક્રિયદ્રિક અને નરકત્રિક બંધાતું નથી અને એકેન્દ્રિયાદિ જીવો અપ્રમત્તગુણઠાણે જઈ શકતા ન હોવાથી, અપ્રમત્તચારિત્ર પ્રાપ્ત થતું નથી. તેથી આહારકદ્ધિક બંધાતું નથી. એટલે એકેન્દ્રિયાદિ સાત માર્ગણામાં ઓધે અને મિથ્યાત્વે જિનનામાદિ-૧૧ વિના ૧૦૯ કર્મપ્રકૃતિ બંધાય છે. એકેન્દ્રિયાદિમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે બંધસ્વામિત્વ - छनवइ सासणि विणु सुहुमतेर केइ पुण बिंति चउनवइ। तिरियनराऊहिं विणा, तणुपजतिं न जंति जओ ॥१२॥
(તનુ પગતિ ર તે નંતિ) એવો પણ પાઠ છે. षण्णवतिः सास्वादने विना सूक्ष्मत्रयोदश केचित्पुनर्बुवन्ति। चतुर्नवतिः तिर्यग्नरायुभ्यां विना तनुपर्याप्तिं न ते यान्ति ॥१२॥
ગાથાર્થ - એકેન્દ્રિયાદિ સાત માર્ગણાવાળા જીવો સાસ્વાદનગુણઠાણે સૂક્ષ્મનામકર્માદિ-૧૩ વિના ૯૬ કર્મપ્રકૃતિને બાંધે છે. વળી કેટલાક આચાર્ય મ. સા. એમ કહે છે કે, સાસ્વાદને તિર્યંચાયુ અને મનુષ્યાય વિના ૯૪ પ્રકૃતિ બંધાય છે કારણકે સાસ્વાદનગુણઠાણુ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે.
૫૧