________________
તિર્યંચગતિમાં બંધસ્વામિત્વ ઃ
પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયની જેમ સામાન્યથી તિર્યંચગતિમાર્ગણાનું બંધસ્વામિત્વ સમજવુ. તિર્યંચગતિમાં પણ કેટલાક એકેન્દ્રિયતિર્યંચ છે કેટલાક બેઈન્દ્રિયતિર્યંચ છે, કેટલાક તેઈન્દ્રિયતિર્યંચ છે, કેટલાક ચઉરિન્દ્રિયતિર્યંચ છે અને કેટલાક પંચેન્દ્રિયતિર્યંચ છે. તે સર્વે પણ લબ્ધિ-પર્યાપ્તા અને લબ્ધિ-અપર્યાપ્તા એમ-૨ પ્રકારે છે. તેમાંના સર્વે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચોનું બંધસ્વામિત્વ ગાથાનં૦૯માં કહેવાના છે અને ગાથાનં૦૧૧માં કહ્યાં મુજબ એકેન્દ્રિયમાર્ગણાની જેમ પર્યાપ્તા એકેન્દ્રિયતિર્યંચોનું, બેઇન્દ્રિયમાર્ગણાની જેમ પર્યાપ્તા બેઇન્દ્રિયતિર્યંચોનું, તેઈન્દ્રિયમાર્ગણાની જેમ પર્યાપ્તા તેઇન્દ્રિયતિર્યંચોનું, ચઉરિન્દ્રિયમાર્ગણાની જેમ પર્યાપ્તા ચઉરિન્દ્રિયતિર્યંચોનું બંધસ્વામિત્વ સમજવું. એટલે અહીં માત્ર પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયનું બંધસ્વામિત્વ કહે છે. પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયનું બંધસ્વામિત્વ :
શાસ્ત્રમાં તિર્યંચગતિમાં તીર્થંકરનામકર્મના બંધનો નિષેધ કરેલો છે અને આહારકદ્વિકના બંધનું કારણ અપ્રમત્તચારિત્ર છે તિર્યંચો વધુમાં વધુ પાંચગુણઠાણા જ પ્રાપ્ત કરી શકે છે ત્યાંથી આગળ પ્રમત્તઅપ્રમત્તાદિ ગુણઠાણે જઈ શકતા ન હોવાથી, અપ્રમત્તચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તેથી આહારકદ્ધિકને બાંધી શકતા નથી. એટલે ૧૨૦માંથી જિનનામ અને આહારકદ્વિક કાઢી નાંખવાથી પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિય ૧૧૭ કર્મપ્રકૃતિને ઓઘે અને મિથ્યાત્વગુણઠાણે બાંધે છે. પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિયમાં ૨થી ૫ ગુણઠાણે બંધસ્વામિત્વ :विणु निरयसोल सासणि, सुराउ- अणएगतीस विणु मीसे । ससुराउ सयरि सम्मे, बीयकसाए विणा देसे ॥ ८ ॥ विना निरयषोडश सास्वादने, सुरायुरनन्तैकत्रिशतं विना मिश्र । ससुरायुः सप्ततिः सम्यक्त्वे, द्वितीयकषायान् विना देशे ॥ ८॥
४०