________________
ગાથાર્થ :- પર્યાપ્તાતિર્યચપંચેન્દ્રિય સાસ્વાદનગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિ વિના ૧૦૧ કર્મપ્રકૃતિને બાંધે છે. દેવાયુ અને અનંતાનુબંધીકષાયાદિ-૩૧ કર્મપ્રકૃતિ વિના મિશ્રગુણઠાણે ૬૯ કર્મપ્રકૃતિને બાંધે છે. તેમાં દેવાયુ સહિત કરતાં ૭૦ કર્મપ્રકૃતિ અવિરતસમ્યગ દૃષ્ટિ ગુણઠાણે બાંધે છે અને બીજા (અપ્રત્યાખ્યાનાવરણીય) ચાર કષાય વિના દેશવિરતિગુણઠાણે ૬૬. કર્મપ્રકૃતિને બાંધે છે.
વિવેચન :- જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય ત્યાં સુધી જ નરકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદનાદિ ગુણઠાણે મિથ્યાત્વનો ઉદય ન હોવાથી, ત્યાં નરકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે ૧૧૭માંથી ૧૬ કર્મપ્રકૃતિ કાઢી નાંખવાથી ૧૦૧ કર્મપ્રકૃતિને પર્યાપ્તાતિર્યંચપંચેન્દ્રિય સાસ્વાદનગુણઠાણે બાંધે છે. મિશ્ન-૬૯ પ્રકૃતિનો બંધ :
જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી જ અનંતાનુબંધીથી આરંભીને તિર્યંચાયુ સુધીની ૨૫ કર્મપ્રકૃતિઓ બંધાય છે. મિશ્રાદિ ગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય ન હોવાથી, ત્યાં અનંતાનુબંધી વગેરે ૨૫ કર્મપ્રકૃતિ બંધાતી નથી.
મિશ્રાદિગુણઠાણે તિર્યંચ-મનુષ્યને વિશુદ્ધપરિણામ હોવાથી, નિયમો દેવગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાય છે. તેથી ત્યાં મનુષ્યભવને યોગ્ય મનુષ્યત્રિક, ઔદારિકહિક અને વજઋષભનારાચસંઘયણ એ-૬ કર્મપ્રકૃતિ બંધાતી નથી.
મિશ્રગુણઠાણે ઘોલના પરિણામનો અભાવ હોવાથી, કોઈપણ જાતનું આયુષ્યકર્મ બંધાતું નથી. તેથી મિશ્રદષ્ટિ તિર્યંચો દેવાયુને પણ બાંધી શકતા નથી. એટલે ૧૦૧માંથી ૨૫ + ૬ + દેવાયુ = ૩૨ પ્રકૃતિ કાઢી નાંખવાથી ૬૯ કર્મપ્રકૃતિ મિશ્રગુણઠાણે બંધાય છે.
૪૧