________________
૧ થી ૪ ગુણઠાણા સુધી જ મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓ બાંધી શકાય છે. ત્યાંથી આગળ દેશવિરતિ વગેરે ગુણઠાણે મનુષ્યગતિપ્રાયોગ્ય કર્મબંધ થતો નથી અને ૧થી૮મા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જ દેવગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓ બાંધી શકાય છે. ત્યાંથી આગળ કોઈપણ ગતિપ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. એ નિયમાનુસારે મિથ્યાદષ્ટિજીવ ચારગતિપ્રાયોગ્ય કર્મને બાંધી શકે છે. સાસ્વાદની જીવ ત્રણ ગતિ પ્રાયોગ્ય કર્મકપ્રકૃતિને બાંધી શકે છે. પરંતુ સાતમીનરકનો નારક સાસ્વાદનગુણાઠાણા સુધી માત્ર તિર્યંચગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. કારણકે નારક મરીને નરક કે દેવમાં ઉત્પન્ન થતો નથી. તેથી નરકગતિ પ્રાયોગ્ય કે દેવગતિપ્રાયોગ્ય કર્મને બાંધી શકતો નથી અને સાતમીનરકમાં મનુષ્યગતિ પ્રાયોગ્યકર્મ પ્રકૃતિઓ વિશુદ્ધ અધ્યવસાયે બંધાય છે. તથાવિધ વિશુદ્ધ અધ્યવસાય મિથ્યાત્વે અને સાસ્વાદને હોતો નથી. તેથી ત્યાં મનુષ્યગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાતી નથી. એટલે સાતમી નરકમાં સાસ્વાદન ગુણઠાણા સુધી માત્ર તિર્યંચગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાય છે અને મિશ્રાદિ ગુણઠાણે મનુષ્યભવને યોગ્ય મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને ઉચ્ચગોત્રકર્મ બંધાય છે. એટલે ૯૧માંથી અનંતાનુબંધી વગેરે ૨૪ કર્મપ્રકૃતિ કાઢી નાંખવાથી ૬૭ રહે, તેમાં મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર ઉમેરવાથી ૭૦ કર્મપ્રકૃતિ મિશ્રગુણઠાણે બંધાય છે. એ જ પ્રમાણે, સમ્યત્વે પણ ૭૦ કર્મપ્રકૃતિ બંધાય છે.
- તમસ્તમપ્રભાનારકમાં બંધસ્વામિત્વ :ગુણસ્થાનકનું નામ શાના૦ દર્શ૦ વેદ, મોહ, આયુo | નામ ગોત્ર અંતo કુલ
ઓધે ૫ | ૯ | ૨ | ૨૬] ૧ ૪૯ | ૨ | ૫ | ૯૯ | ૧ મિથ્યાત્વે | ૫ | ૯ | ૨ | ૨૬ | ૧ |૪૭ | ૧ | ૨ | ૯૬
૨ સાસ્વાદને | ૫ | ૯ | ૨ | ૨૪ | 0 |૪૫ | ૧ | ૨ | ૯૧ | ૩ મિશ્ર | ૫ | ૬ | ૨ | ૧૯ | 0 | ૩૨ | ૧ | ૫ | ૭૦ ૪ સભ્યત્વે | ૫ | | ૨ ૧૯ | ૦ |૩૨ ૧ | ૭૦]
|| 0 |
૩૯