________________
જ્ઞાળ દ0 વેમોઆo નામ ગોત્ર અંતકુલ
૫ + ૯ + ૨ + ૨૪+ ૦ +૪૫°+ ૧ + ૫ = ૯૧ સાતમીનરકમાં ત્રીજે-ચોથે ગુણઠાણે બંધસ્વામિત્વ :अण चउवीस विरहिया, सनरदुगुच्चा य सयरि मीसदुगे । सतरसउ ओहि मिच्छे, पज्जतिरिया विणु जिणाहारं ॥७॥ अनन्तचतुर्विंशतिविरहिताः सनरद्विकोच्चाश्च सप्ततिर्मिश्रद्विके । सप्तदशशतमोघे मिथ्यात्वे पर्याप्ततिर्यञ्चो विना जिनाहारम् ॥७॥
ગાથાર્થ - મિશ્ર અને સમ્યકત્વગુણઠાણે અનંતાનુબંધી વગેરે ર૪ વિના અને મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગોત્ર સહિત કરતાં ૭૦ કર્મપ્રકૃતિ બંધાય છે. પર્યાપ્તાતિર્યચપંચેન્દ્રિય ઓધે અને મિથ્યાત્વે જિનનામ અને આહારકદ્ધિક વિના ૧૧૭ કર્મપ્રકૃતિને બાંધે છે.
વિવેચન :- અનંતાનુબંધીથી માંડીને તિર્યંચાનુપૂર્વી સુધીની ૨૪ કર્મપ્રકૃતિના બંધનું કારણ અનંતાનુબંધી કષાયનો ઉદય છે. તે સાસ્વાદનગુણઠાણાના અંત સુધી જ હોય છે. તેથી ત્યાં સુધી જ અનંતાનુબંધીક્રોધાદિ-૨૪ કર્મપ્રકૃતિ બંધાય છે. મિશ્રાદિગુણઠાણે અનંતાનુબંધી કષાયનો ઉદય હોતો નથી. તેથી ત્યાં અનંતાનુબંધી વગેરેર૪ કર્મપ્રકૃતિ બંધાતી નથી.
કર્મસ્તવમાં કહ્યાં મુજબ અનાદિકાળથી માંડીને ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી ગતિપ્રાયોગ્ય કર્મબંધ ચાલુ જ હોય છે. તેમાં મિથ્યાત્વગુણઠાણા સુધી જ નરકગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓ બાંધી શકાય છે. સાસ્વાદનાદિ ગુણઠાણે નરકગતિપ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. પહેલા બે ગુણઠાણા સુધી જ તિર્યંચગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિઓ બાંધી શકાય છે. ત્યાંથી આગળ મિશ્રાદિગુણઠાણે તિર્યંચગતિપ્રાયોગ્ય કર્મબંધ થતો નથી. (૧૦)તિર્યંચગતિ + પંચ૦ + શ૦૩ + ઔ અં૦ + સં૦૫ + સં૦૫ + વર્ણાદિ
૪ + તિર્યંચાનુપૂર્વી + વિહાયોગતિ-૨ = ૨૩ + બ૦ ૬ (અગુરુ૦ ૪, નિર્માણ, ઉદ્યોત) + ત્રણ-૧૦ + અસ્થિરષક = ૪પ
૩૮