________________
ચારિત્ર છે, તે સૂક્ષ્મસંપરાયચારિત્ર કહેવાય. (5) યથાખ્યાતચારિત્ર :
જિનેશ્વરભગવંતે જેવા પ્રકારનું કહ્યું છે તેવા પ્રકારના ચારિત્રને યથાખ્યાતચારિત્ર કહે છે. તે ૨ પ્રકારે છે.
(૧) છાવસ્થિકયથાખ્યાતચારિત્ર (૨) કૈવલિકયથાખ્યાતચારિત્ર. (૧) છદ્મસ્થ-અવસ્થામાં મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય કે ઉપશમ થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે છાઘસ્થિકયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર બે પ્રકારે છે.
(1) ઔપશમિકયથાખ્યાતચારિત્ર (2) ક્ષાયિકયથાખ્યાતચારિત્ર (1) મોહનીયકર્મનો સંપૂર્ણ ઉપશમ થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે ઔપશમિયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ૧૧મા ગુણઠાણે જ હોય છે.
(2) મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે ક્ષાયિકયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ૧૨મા ગુણઠાણે જ હોય છે.
તે
(૨) ઘાતીકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, કૈવલિકયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ચારિત્ર ૨ પ્રકારે છે. (1) સયોગીકેવલીયથાખ્યાતચારિત્ર (2) અયોગીકેવલીયથાખ્યાત ચારિત્ર (1) સયોગીકેવલી-અવસ્થામાં જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે સયોગીકેવલીયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ૧૩મા ગુણઠાણે જ હોય છે.
(2) અયોગીકેવલીઅવસ્થામાં જે ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે અયોગીકેવલીયથાખ્યાતચારિત્ર કહેવાય છે. તે ૧૪મા ગુણઠાણે જ
હોય છે.
(6) અલ્પાંશે કે અધિકાંશે હિંસાદિ-પાપ પ્રવૃત્તિમાંથી અટકવું, તે દેશવિરતિ કહેવાય છે. અને (7) અલ્પાંશે પણ હિંસાદિ-પાપ
૨૧