________________
પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય. આ ચારિત્રનું પાલન કરનારા નવા સાધુઓ હોય છે. તેમાંથી ચાર સાધુ પરિહારતપ કરે છે અને ચાર સાધુ પરિહારતપ કરનારાની સેવા કરે છે અને એક સાધુ વાચનાચાર્ય થાય છે. તે બાકીના આઠ સાધુભગવંતને વાચના આપે છે. જો કે આ ચારિત્રનું પાલન કરનારા બધા જ સાધુ ભગવંતો શ્રુતાતિશયસંપન્ન હોય છે. તો પણ તેઓનો એવો આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે.
પરિહારતપની વિધિ - ઉનાળામાં જઘન્યથી એક, મધ્યમથી બે અને ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ કરે છે. શિયાળામાં જઘન્યથી બે મધ્યમથી ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ કરે છે. ચોમાસામાં જઘન્યથી ત્રણ, મધ્યમથી ચાર અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ કરે છે અને પારણે આયંબિલ જ કરે છે. તેમાં પણ વિશિષ્ટપ્રકારના અભિગ્રહપૂર્વક જ ગોચરી લાવવાની હોય છે. આ તપ છ મહિના સુધી ચાલે છે. ત્યાર પછી જે સાધુભગવંતો તપસ્વીની સેવા કરનારા હતા. તે છ મહિના સુધી તપ કરે છે. અને જે સાધુભગવંતોએ તપ પૂર્ણ કર્યો છે. તે હવે તપસ્વીની સેવા કરે છે. ત્યાર પછી વાચનાચાર્ય છ મહિના સુધી તપ કરે છે. તે વખતે બાકીના આઠ સાધુમાંથી સાત સાધુ તપસ્વીની સેવા કરે છે અને એક વાચનાચાર્ય થાય છે. તથા જે સાધુભગવંતોને તપ ચાલુ ન હોય, તે સર્વે પણ આયંબિલ કરે છે. આ તપ ૧૮ મહિને પૂર્ણ થાય છે. પરિહારતપ પૂર્ણ થયા પછી તે સાધુભગવંતો ફરીવાર એ જ તપ કરે અથવા જિનકલ્પ કે સ્થવિરકલ્પ સ્વીકારે છે. (4) સૂક્ષ્મસંપરાયચારિત્ર -
સૂક્ષ્મસંપરાયગુણઠાણે રહેલા મહાત્માને સૂક્ષ્મલોભનો ઉદય હોવાથી સૂક્ષ્મકષાયોદય હોય છે તે “સૂક્ષ્મકષાયોદયવાળા જીવનું જે
૨૦