________________
પ્રવૃત્તિમાંથી ન અટકવું, તે અવિરતિ કહેવાય છે. (૯) દર્શનમાર્ગણા -
દર્શન = સામાન્યબોધ.
દરેક વસ્તુમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ હોય છે. તેમાંથી વસ્તુના સામાન્યધર્મનો બોધ થવો, તે દર્શન કહેવાય છે.
દા. ત. સામે એક પીપળાનું વૃક્ષ ઉભું છે તેમાં વૃક્ષ એ સામાન્યધર્મ છે અને પીપળો એ વિશેષધર્મ છે. તેમાંથી આ વૃક્ષ છે. એવો જે સામાન્યધર્મનો બોધ થવો, તે દર્શન કહેવાય. (1) ચક્ષુની સહાયતાથી વસ્તુના સામાન્યધર્મને જણાવનારી
આત્મિકશક્તિને ચક્ષુદર્શન કહે છે. (2) ચક્ષુ સિવાયની બાકીની ઈન્દ્રિયોની સહાયથી વસ્તુના સામાન્ય
ધર્મને જણાવનારી આત્મિકશક્તિને અચક્ષુદર્શન કહે છે. (3) મન અને ઇન્દ્રિયની સહાયતા વિના માત્ર રૂપી દ્રવ્યોના સામાન્યધર્મને
જણાવનારી આત્મિકશક્તિને અવધિદર્શન કહે છે. (4) સંપૂર્ણ લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્યના સર્વપર્યાયના સામાન્યધર્મને
જણાવનારી આત્મિકશક્તિને કેવળદર્શન કહે છે. (૧૦) લેગ્યામાર્ગણા - જેનાથી આત્મા કર્મની સાથે લેપાય છે, તે લેશ્યા કહેવાય છે.
લેશ્યા ૨ પ્રકારે છે. (૧) દ્રવ્યલેશ્યા (૨) ભાવલેશ્યા.
પંચસંગ્રહમાં આચાર્યશ્રી મલયગિરિસૂરીશ્વરજી મહારાજે અને દ્રવ્યલોકપ્રકાશમાં પૂ.વિનયવિજયજી મહારાજે યોગવર્ગણાની અંદર રહેલા કાળા વગેરે વર્ણના પુગલોને દ્રવ્યલેશ્યા કહી છે અને તેનાથી ઉત્પન્ન થતા આત્મિક પરિણામને ભાવલેશ્યા કહી છે. તે-૬ પ્રકારે છે. (૪) (પંચસંગ્રહમાં પહેલા દ્વારની ગાથા નં૦ ૮ની ટીકા.)
द्रव्याण्येतानि योगान्तर्गतानीति विचिन्त्यताम् ।। સંયોગાત્વેન નેશ્યનામન્વયુવ્યતિરેશતઃ રII (દ્રવ્યલોકપ્રકાશ-સર્ગ-૩)
૨૨