________________
૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ એમ કુલ-૧૫ સત્તાસ્થાન છે.
(૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય (૩) ત્રસકાય (૪) મનોયોગ (૫) વચનયોગ (૬) ઔદારિક કાયયોગ (૭) સંજ્વલનલોભ (૮) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) શુકલલેશ્યા (૧૧) ભવ્ય (૧૨) સંજ્ઞી અને (૧૩) આહારીમાર્ગણામાં મોહનીયકર્મનાં સર્વ [૧૫] સત્તાસ્થાનો હોય છે. પ્રશ્ન :- (૯૦) નામકર્મના કેટલા સત્તાસ્થાનો છે ? એ સર્વે સત્તાસ્થાનો કઇ માર્ગણામાં હોય છે ? જવાબ :- નામકર્મના ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ એમ કુલ-૧૨ સત્તાસ્થાન છે.
પંચેન્દ્રિય, ત્રસકાય, ભવ્ય અને અણાહારી એમ કુલ-૪ માર્ગણામાં સર્વે સત્તાસ્થાનો ઘટે છે. પ્રશ્ન :- (૯૧) કઈ પ્રકૃતિની સત્તા સર્વેમાર્ગણામાં હોય છે ? જવાબ :- શાતા, અશાતા, નીચગોત્ર, ઉચ્ચગોત્ર, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિયજાતિ, શરીર-૫, અંગોપાંગ૩, બંધન-૫, સંઘાતન-૫, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, વિહાયોગતિ-૨, અગુરુલઘુચતુષ્ક, નિર્માણ, ત્રસ-૧૦, અપર્યાપ્ત નામકર્મ, અસ્થિરષક એમ કુલ-૮૩ પ્રકૃતિની સત્તા સર્વેમાર્ગણામાં હોય છે. પ્રશ્ન :- (૯૨) કેટલી માર્ગણામાં ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યાં મુજબ] સત્તાસ્વામિત્વ ઘટી શકે છે ? જવાબ :- મનુષ્યગતિ, પંચેન્દ્રિય, ત્રસકાય, મનોયોગ, વચનયોગ, સામાન્યથી કાયયોગ [ઔદારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ], વેદ-૩, કષાય૪, મત્યાદિ-૩ જ્ઞાન, અજ્ઞાન-૩, અવિરતિ, દેશવિરતિ, સામાયિક, છેદો પસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન, કેવળદ્ધિક, દુલેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ક્ષયોપશમ, સંજ્ઞી, અને આહારી એમ કુલ-૪૩ માર્ગણામાં પોતપોતાના
૨૯૨