________________
સર્વ ગુણઠાણે ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યાં મુજબ] સત્તાસ્વામિત્વ જાણવું પ્રશ્ન : (૭) કઈ માર્ગણામાં સૌથી ઓછી પ્રકૃતિ સત્તામાં હોય છે? જવાબ :- કેવળજ્ઞાન અને કેવળદર્શન માર્ગણામાં સૌથી ઓછી [૮૫] પ્રકૃતિ સત્તામાં હોય છે. પ્રશ્ન :- (૯૪) કેટલી માર્ગણામાં નામકર્મની ૮૦ પ્રકૃતિ સત્તામાં ન હોય? જવાબ :- નરકગતિ, દેવગતિ, વૈક્રિયમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ, આહારકમિશ્રયોગ, આહારકકાયયોગ, વિર્ભાગજ્ઞાન, દેશવિરતિ, પરિહારવિશુદ્ધિ, તેજો, પદ્મ, સાસ્વાદનસમ્યકત્વ, મિશ્રણમ્યત્વ, ઉપશમસમ્યકત્વ, ક્ષયોપશમસમ્યક્ત માર્ગણામાં નામકર્મની ૮૦ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. પ્રશ્ન :- (૫) કઈ માર્ગણામાંથી જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે ? જવાબ :- (૧) મનુષ્યગતિ (૨) પંચેન્દ્રિય (૩) ત્રસકાય (૪) કેવળજ્ઞાન (૫) યથાખ્યાતચારિત્ર (૬) કેવળદર્શન (9) ભવ્ય (૮) ક્ષાયિકસમ્યકત્વ (૯) સંજ્ઞી અને (૧૦) અણાહારી માર્ગણામાંથી જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
--: પ્રશ્નોત્તરી સમાપ્ત :
૨૯૩