________________
જવાબ :- મનુષ્યગતિ, પંચેન્દ્રિય, ત્રસકાય, મનોયોગ, વચનયોગ,
દારિકકાયયોગ, વૈક્રિયકાયયોગ, કાર્મણકાયયોગ, વેદ-૩, કષાય ૪, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, અવિરતિ, દેશવિરતિ, સામાયિક, છેદોપસ્થાપનીય, કૃષ્ણાદિ-૬ વેશ્યા, ભવ્ય, ઉપશમસમ્યકત્વ, ક્ષાયિક, ક્ષયોપશમ, મિથ્યાત્વ, સંજ્ઞી, આહારી અને અણાહારી એમ કુલ-૪૨ માર્ગણામાં ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. પ્રશ્ન :- (૮૮) ઉપશમસમ્યકત્વ માર્ગણામાં સત્તાસ્વામિત્વ જણાવો. જવાબ :- ઉપશમસમ્યકત્વ ૨ પ્રકારે છે. (૧) ગ્રન્થિભેદજન્યઉપશમસમ્યકત્વ (૨) શ્રેણિગતઉપશમસમ્યકત્વ
પ્રન્થિભેદજન્યઉપશમ સમ્યકત્વમાં આહારકદ્વિકનો બંધ થતો નથી તેથી ત્યાં આહારકચતુષ્કની સત્તા હોતી નથી.
શ્રેણિગત ઉપશમસમ્યકત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. કારણકે ઉપશમસમ્યકત્વીને ઉપશમશ્રેણીમાં ચઢતા ૮ થી ૧૧ અને નીચે ઉતરતા ૧૧ થી ૪ ગુણઠાણા સુધી શ્રેણિગતઉપશમસમ્યકત્વ હોય છે. ત્યાં તીર્થંકર નામકર્મ અને આહારકચતુષ્કની સત્તા હોય છે. એટલે શ્રેણિગતઉપશમસમ્યકત્વમાં અનંતાનુબંધીચતુષ્ક નરકાયું અને તિર્યંચા, વિના ૧૪૨ પ્રકૃતિ સત્તામાં હોય છે.
કેટલાક આચાર્ય મસાનું એવું માનવું છે કે, જે જીવે અનંતાનુબંધીની ઉપશમના કરી હોય તે જીવ ઉપશમ શ્રેણી માંડી શકે છે. તેથી મતાંતરે શ્રેણિગતઉપશમસમ્યકત્વમાં ૪ થી ૧૧ ગુણઠાણા સુધી નરકાયુ અને તિર્યંચાયુ વિના ૧૪૬ પ્રકૃતિ સત્તામાં હોય છે. પ્રશ્ન :- (૮૯) સત્તાસ્થાન એટલે શું ? મોહનીયકર્મનાં કેટલા સત્તાસ્થાન છે ? એ સર્વ સત્તાસ્થાનો કઈ માર્ગણામાં હોય છે ? જવાબ :- એકી સાથે સત્તામાં રહેલી પ્રકૃતિના સમુહને સત્તાસ્થાન કહે છે મોહનીય કર્મના ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૩, ૨૨, ૨૧, ૧૩,
૨૯૧