________________
યુગલિકમનુષ્યમાર્ગણામાં ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૧૩૭,
૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૪ અને ૧૪૫ એમ કુલ ૧૦ સત્તાસ્થાન ઘટે છે. એ જ પ્રમાણે યુગલિકતિર્યંચમાં સત્તાસ્વામિત્વ કહેવું પણ મનુષ્યાયુને સ્થાને તિર્યંચાયુ કહેવું.
પ્રશ્ન :- (૮૩) કઇ માર્ગણામાં સાસ્વાદનગુણઠાણે આહારકચતુષ્કની સત્તા ન હોય ?
જવાબ :--નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, ઔદારિકમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ અને અસંજ્ઞીમાર્ગણામાં સાસ્વાદનગુણઠાણે આહારચતુષ્કની સત્તા હોતી નથી. પ્રશ્ન-:- (૮૪) કઇ માર્ગણામાં મોહનીયકર્મની ૨૨ પ્રકૃતિ સત્તામાં ન હોય ?
જવાબ :--એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાયાદિ-૫, ૩ અજ્ઞાન, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, અભવ્ય, ઉપશમસમ્યક્ત્વ, ક્ષાયિકસમ્યક્ત્વ, મિશ્રસમ્યક્ત્વ, સાસ્વાદનસમ્યક્ત્વ મિથ્યાત્વ, અસંશી, કેવલજ્ઞાન અને કેવલદર્શન માર્ગણામાં મોહનીયકર્મની ૨૨ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. પ્રશ્ન :- (૮૫) તીર્થંકરનામકર્મની સત્તા કેટલી માર્ગણામાં ન હોય ? (૧) તિર્યંચગતિ (૨) એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિય (૪) તેઇન્દ્રિય (૫) ચઉરિન્દ્રિય (૬) પૃથ્વીકાય (૭) જલકાય (૮) અગ્નિકાય (૯) વાયુકાય (૧૦) વનસ્પતિકાય (૧૧) અભવ્ય (૧૨) સાસ્વાદનસમ્યક્ત્વ (૧૩) મિશ્રસમ્યક્ત્વ અને (૧૪) અસંશીમાર્ગણામાં તીર્થંકરનામકર્મની સત્તા હોતી નથી. પ્રશ્ન :- (૮૬) કઈ માર્ગણામાં મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મની સત્તા ન હોય ?
જવાબ :- દેવગતિ, શુભલેશ્યા-૩ અને ઔદારિકમિશ્રયોગમાં મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મની સત્તા હોતી નથી.
પ્રશ્ન :- (૮૭) કેટલી માર્ગણામાં સર્વપ્રકૃતિ [૧૪૮] સત્તામાં હોય છે?
૨૯૦