________________
કેવળજ્ઞાન, સામાયિકચારિત્ર, છેદોપસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતચારિત્ર, કેવળદર્શન, અને અણાહારીમાર્ગણામાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. પ્રશ્ન :--(૭૨) કેટલી માર્ગણામાં સર્વ [૧૨૨] પ્રકૃતિનો ઉદય હોય છે? જવાબ :- (૧) સામાન્યથી કાયયોગ અને (૨) ભવ્યમાર્ગણામાં સર્વ [૧૨૨] પ્રકૃતિ ઉદયમાં હોય છે. પ્રશ્ન :- (૭૩) કેટલી માર્ગણામાં ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યાં મુજબ] ઉદયસ્વામિત્વ ઘટી શકે છે ? જવાબ :--મત્યાદિ-૫ જ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, સામાન્યથી કાયયોગ, અવિરતિ, દેશવિરતિ, સામાયિકચારિત્ર, છંદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાતચારિત્ર, મિથ્યાત્વ, મિશ્ર, સાસ્વાદન, ક્ષયોપશમ, ભવ્ય, અભવ્ય અને કૃષ્ણાદિ-૩ વેશ્યા એમ કુલ-૨૩ માર્ગણામાં ઓઘની જેમ [કર્મસ્તવમાં કહ્યા મુજબ] ઉદયસ્વામિત્વ ઘટી શકે છે. પ્રશ્ન :- (૭૪) કેટલીમાર્ગણામાં માત્ર નીચગોત્રનો જ ઉદય હોય છે? અને કેટલી માર્ગણામાં માત્ર ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે ? જવાબ :- નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને અસંજ્ઞી એમ કુલ-૧૨ માર્ગણામાં માત્ર નીચગોત્રનો જ ઉદય હોય છે.
દેવગતિ, મન:પર્યવજ્ઞાન, કેવળદ્ધિક, સામાયિક, છેદોપસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ-૯ માર્ગણામાં ઉચ્ચગોત્રનો જ ઉદય હોય છે. પ્રશ્ન :- (૭૫) કઈ માર્ગણામાં આયુષ્યકર્મની ઉદીરણા ન હોય ? જવાબ :- કેવળજ્ઞાન, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાતચારિત્ર, અને કેવળદર્શન માર્ગણામાં આયુષ્યકર્મની ઉદીરણા હોતી નથી.
૨૮૬