________________
સત્તાસ્વામિત્વ
પ્રશ્ન :- (૭૬) નામકર્મની ૯૩ પ્રકૃતિની સત્તાવાળો જીવ કઈ માર્ગણામાં ઉત્પન્ન થઈ શકતો નથી ? જવાબ :-નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર અને અસંજ્ઞીમાર્ગણામાં નામકર્મની ૯૩ પ્રકૃતિની સત્તાવાળો જીવ ઉત્પન્ન થઈ શકતો નથી. પ્રશ્ન :- (૭૭) તિર્યંચગતિમાં તીર્થંકર નામકર્મની સત્તા હોય કે નહીં? જવાબ :--શાસ્ત્રમાં કહ્યું છે કે, અનિકાચિત તીર્થંકર નામકર્મની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ નિકાચિત તીર્થંકર નામકર્મની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં ઉત્પન્ન થઈ શકતો નથી. એટલે તિર્યંચગતિમાર્ગણામાં નિકાચિત તીર્થંકર નામકર્મની સત્તા ન હોય પણ અનિકાચિત તીર્થંકરની સત્તા હોઈ શકે છે. પ્રશ્ન :- (૦૮) કઈ માર્ગણામાં નરકાયુષ્યની સત્તા ન હોય ? જવાબ :- દેવગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પૃથ્વીકાય, જલકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ઔદારિકમિશ્રયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્રમાર્ગણામાં નરકાયુષ્યની સત્તા હોતી નથી. પ્રશ્ન -(૭૯) કઈ માર્ગણામાં તિર્યંચાયુની સત્તા ન હોય ? જવાબ :--વૈક્રિયમિશ્રયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્રમાર્ગણામાં તિર્યંચાયુષ્યની સત્તા હોતી નથી. પ્રશ્ન :- (૮૦) મનુષ્યગતિમાર્ગણામાં કઈ પ્રકૃતિઓ એકી સાથે ઉદય અને સત્તામાંથી નાશ પામે છે ? જવાબ :--જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, નપુંસકવેદોદયે શ્રેણી માંડનારને નપુંસકવેદ, સ્ત્રીવેદોદયશ્રેણી માંડનારને સ્ત્રીવેદ,
૨૮૭