________________
પ્રશ્ન :-(૬૫) કઈ માર્ગણામાં યશનામકર્મનો ઉદય ન હોય ? જવાબ :- નરકગતિ, તેઉકાય, વાઉકાય, અને લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચમનુષ્યમાર્ગણામાં યશનામકર્મનો ઉદય હોતો નથી. પ્રશ્ન :- (૬૬) આનુપૂર્વીનો ઉદય કઈ માર્ગણામાં ન હોય ? જવાબ :- મનોયોગ, વચનયોગ, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રયોગ, આહારકકાયયોગ, આહારકમિશ્રયોગ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન, દેશવિરતિ, સામાયિકચારિત્ર, છેદોષસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, મિશ્રસમ્યકત્વ અને આહારીમાર્ગણામાં એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. પ્રશ્ન :- (૬૭) કઈ પ્રકૃતિનો ઉદય સર્વે માર્ગણામાં હોય ? જવાબ :- શાતા, અશાતા, કાર્મણશરીર, તૈજસશરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, બાદર, પર્યાપ્તનામકર્મ, સ્થિર, શુભ, અસ્થિર અને અશુભ એ-૧૬ પ્રકૃતિનો ઉદય સર્વેમાર્ગણામાં હોય છે. પ્રશ્ન :- (૬૮) દર્શનમોહનીય કર્મનો ઉદય કેટલી માર્ગણામાં ન હોય? જવાબ-કેવળજ્ઞાન, કેવળદર્શન, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, સાસ્વાદન, ઉપશમસમ્યકત્વ અને ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં દર્શનમોહનીયનો ઉદય હોતો નથી. પ્રશ્ન:-(૬૯) કઈ માર્ગણામાં પ્રમત્ત સંયમીને આહારકટ્રિકનો ઉદય ન હોય? જવાબ :- ઔદારિકકાયયોગ, સ્ત્રીવેદ, પરિહાર વિશુદ્ધિ અને ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં પ્રમત્ત સંયમીને આહારકદ્ધિકનો ઉદય હોતો નથી. પ્રશ્ન:-(૭૦) કેટલી માર્ગણામાં એક જ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઘટી શકે છે? જવાબ :-અગ્નિકાય, વાયુકાય, મિથ્યાત્વ, મિશ્ર, સાસ્વાદન, દેશવિરતિ, સૂક્ષ્મસંપરાય અને અભવ્યમાર્ગણામાં માત્ર એક જ ગુણઠાણે ઉદયસ્વામિત્વ ઘટી શકે છે. પ્રશ્ન :- (૭૧) કેટલી માર્ગણામાં ઉદ્યોતનો ઉદય હોતો નથી ? જવાબ :--નરકગતિ, દેવગતિ, મનુષ્યગતિ, તેઉકાય, વાઉકાય, ઔદારિક મિશ્રયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રયોગ, કાર્મણકાયયોગ, મન:પર્યવજ્ઞાન,
૨૮૫