________________
સંયણ, પહેલા પાંચ સંસ્થાન અને ઉચ્ચગોત્ર એમ કુલ-૨૬ વિના જ્ઞા૦૫ + ૬૦૯ + વે૦૨ + મો૦૨૪ + આ૦૨ + નામ-૪૮ [નરકગતિવગેરે ૧૯ વિના] + નીચગોત્ર + અં૦૫ = ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
મિથ્યાત્વે ઓઘની જેમ ૯૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
સાસ્વાદનગુણઠાણે જ્ઞાવ૫ + ૬૦૪ [નિદ્રાપંચક વિના] + વેઅર + મોહ૦૨૩ [૨૪માંથી મિથ્યાત્વમો, વિના] + તિર્યંચાયુ [મનુષ્યાયુ વિના]+ નામ-૩૫ [૪૮માંથી મનુષ્યદ્રિક, આતપ, ઉદ્યોત, પરાઘાત, વિહા૦૨, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર, સૂક્ષ્મત્રિક એ-૧૩ વિના] + નીચગોત્ર + અંતo૫ = ૭૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. પ્રશ્ન :- (૬૩) ઉદ્યોતનો ઉદય કયા જીવને હોય? કયા જીવને ન હોય? જવાબ :- (૧) નારકને ઉદ્યોતનો ઉદય હોતો નથી. (૨) દેવોને મૂળવૈક્રિય શરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી પણ ઉત્તરવૈક્રિયશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. (૩) મનુષ્યને ઔદારિકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી પણ સંયમીને ઉત્તરવૈક્રિયશરીર અને આહારકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. (૪) તેઉકાય અને વાઉકાયને ઉદ્યોતનો ઉદય હોતો નથી. પણ પૃથ્વીકાય, જલકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, અસંજ્ઞીતિર્યચપંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચને ઔદારિકશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. તેમજ સંજ્ઞી તિર્યંચને ઉત્તરવૈક્રિયશરીરમાં પણ ઉદ્યોતનો ઉદય હોય છે. (૫) લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને ઉદ્યોતનો ઉદય હોતો નથી. પ્રશ્ન :- (૬૪) થીણદ્વિત્રિકનો ઉદય કઈ માર્ગણામાં ન હોય ? જવાબ :- નરકગતિ, દેવગતિ, યુગલિક તિર્યંચ-મનુષ્ય, લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય, ઔદારિકમિશ્રયોગ, વૈક્રિયકાયયોગ, વૈક્રિયમિશ્રયોગ, આહારકડાયયોગ, આહારકમિશ્રયોગ, કાર્મણકાયયોગ, કેવળજ્ઞાન, સૂક્ષ્મસંપરાયચારિત્ર, યથાખ્યાત, કેવળદર્શન અને અણાહારી માર્ગણામાં થીણદ્વિત્રિકનો ઉદય હોતો નથી.
૨૮૪