________________
પામીને માત્ર વૈમાનિક દેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી ઉપશમસમ્યક્ત્વ માર્ગણામાં માત્ર દેવાનુપૂર્વીનો જ ઉદય હોય છે.
ક્ષાયિકસમ્યગ્દષ્ટ અને કૃતકરણ ક્ષયોપશમસમ્યક્ત્વી વૈમાનિકદેવમાં, પહેલી ત્રણ નરકમાં અને યુગલિક તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં ચારે આનુપૂર્વીનો ઉદય હોય છે.
સિદ્ધાંતનાં મતે મોહનીયકર્મની ૨૮ કે ૨૪ પ્રકૃતિની સત્તાવાળો ક્ષયોપશમસમ્યગ્દૃષ્ટિ ક્ષયોપશમસમ્યક્ત્વ લઈને ૧થી૬ નરકમાં, ભવનપત્યાદિક ચારે પ્રકારના દેવમાં અને તિર્યંચ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં ચારે આનુપૂર્વીનો ઉદય હોય છે.
કર્મગ્રન્થનાં મતે મોહનીયકર્મની ૨૮ કે ૨૪ પ્રકૃતિની સત્તાવાળો ક્ષયોપશમસમ્યગ્દૃષ્ટિજીવક્ષયોપશમસમ્યક્ત્વ લઈને વૈમાનિકદેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે, અન્યત્ર ઉત્પન્ન થઈ શકતો નથી. તેથી તેમાં દેવાનુપૂર્વીનો જ ઉદય સંભવે છે.
મિશ્રર્દષ્ટિજીવ મરણ પામતો નથી. તેથી તેને મિશ્રસમ્યક્ત્વ લઈને પરભવમાં જવાનું હોતું નથી. એટલે મિશ્રસમ્યક્ત્વમાર્ગણામાં એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી.
સાસ્વાદનસમ્યગ્દૃષ્ટિજીવ
સાસ્વાદનસમ્યક્ત્વ લઈને માત્ર નરકગતિમાં જઈ શકતો નથી. બાકીની ત્રણે ગતિમાં જઈ શકે છે. તેથી સાસ્વાદનસમ્યક્ત્વમાર્ગણામાં ત્રણે આનુપૂર્વીનો ઉદય હોય છે.
પ્રશ્ન :- (૬૨) સિદ્ધાંતકારનાં મતે અસંશીમાર્ગણામાં ઉદયસ્વામિત્વ જણાવો.
જવાબ :- સિદ્ધાતકા૨નાં મતે અસંજ્ઞીને નપુંસકવેદ જ હોય છે, સ્ત્રીવેદ કે પુરુષવેદ હોતો નથી. અને અસંજ્ઞીને છેલ્લુ સંઘયણ અને છેલ્લુ સંસ્થાન જ હોય છે. તેથી પહેલા પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન હોતા નથી. એટલે અસંજ્ઞીમાર્ગણામાં ઓઘે સ્ત્રીવેદ, પુરુષવેદ, મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય, વૈક્રિયાષ્ટક. આહારકદ્ધિક, જિનનામ, પહેલા પાંચ
૨૮૩